Not Set/ આનંદીબેન પટેલનો 10 દિવસીય યુરોપ પ્રવાસ, ઓપી કોહલીને એમપી રાજયપાલનો હવાલો સોંપાયો  

ભોપાલ. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીને મધ્યપ્રદેશના રાજ્યપાલની વધારાની ગાદી સાંભળશે. ઉચ્ચ ન્યાયાલયના મુખ્યાધ્યક્ષ ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાએ તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલના પદની શપથ દેવડાવી હતી. મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ રજા પર હોવાના કારણે રાષ્ટ્રપતિ તરફથી ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીને મધ્યપ્રદેશના રાજયપાલનો અતિરિક્ત હવાલો સોંપવામાં આવ્યો હતો. આનંદીબેન 10 દિવસથી વધારે સમય માટે યુરોપ પ્રવાસ પર જઈ રહ્યા […]

Top Stories
skjfglasdsiugtflsiugfls આનંદીબેન પટેલનો 10 દિવસીય યુરોપ પ્રવાસ, ઓપી કોહલીને એમપી રાજયપાલનો હવાલો સોંપાયો  

ભોપાલ.

ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીને મધ્યપ્રદેશના રાજ્યપાલની વધારાની ગાદી સાંભળશે. ઉચ્ચ ન્યાયાલયના મુખ્યાધ્યક્ષ ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાએ તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલના પદની શપથ દેવડાવી હતી. મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ રજા પર હોવાના કારણે રાષ્ટ્રપતિ તરફથી ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીને મધ્યપ્રદેશના રાજયપાલનો અતિરિક્ત હવાલો સોંપવામાં આવ્યો હતો.

આનંદીબેન 10 દિવસથી વધારે સમય માટે યુરોપ પ્રવાસ પર જઈ રહ્યા છે. બંધારણમાં એવો પ્રાવધાન છે કે જો કોઈ રાજ્યપાલ દસ દિવસથી વધારે અનુપસ્થિત હોય ત્યારે તેમનો કાર્યભાર અન્ય રાજ્યપાલને સોંપવામાં આવે છે. આ માટે ઓપી કોહલીને મધ્યપ્રદેશનો કાર્યભાર સોપવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે તેમની રાજ્યપાલની શપથવિધિ સમારોહમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, વિધાનસભા અધ્યક્ષ સીતા શરણ શર્મા, જનસંપર્ક અને સંસદીય કાર્ય મંત્રી નરોતમ મિશ્રા, મહિલા અને બાદ વિકાસ મંત્રી અર્ચના ચીટનીસ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌર, લોકાયુક્ત ન્યાયમૂર્તિ નરેશ ગુપ્તા અને ઉપસ્થિત લોકાયુક્ત ન્યાયમૂર્તિ ઉમશ ચંદ્ર મહેશ્વરી, પોલીસ અને વહીવટી અધિકારીઓ હાજર હતા.

 

ગવર્નર કોહલીની શપથ લીધા બાદ, તેમને પોલીસ દળ દ્વારા ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપવામાં આવ્યું હતું.