Rahul Gandhi Disqualified/ ‘ભારતના અવાજ માટે લડી રહ્યો છું, કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર’, સંસદ સભ્યપદ ગુમાવવા પર રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા

લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જણાવી દઈએ કે રાહુલ ગાંધી વાયનાડથી લોકસભાના સભ્ય હતા.

Top Stories India
સભ્યપદ

લોકસભા સચિવાલયે શુક્રવારે (24 માર્ચ) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સભ્યપદ રદ્દ કરી દીધું હતું. તેના પર કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, “હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.”

નોંધનીય છે કે, આગલા દિવસે, સુરત કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ વિશેના નિવેદન બદલ 2019માં દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે, કોર્ટે જામીન મંજૂર કર્યા અને તેમની સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી, જેથી કોંગ્રેસના નેતાઓ ચુકાદાને પડકારી શકે.

દરમિયાન, લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જણાવી દઈએ કે રાહુલ ગાંધી વાયનાડથી લોકસભાના સભ્ય હતા.

લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમનો અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે. કોંગ્રેસે આ નિર્ણય પર તીખી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે કાયદાકીય અને રાજકીય લડાઈ ચાલુ રહેશે. આ સાથે પાર્ટીએ આંદોલનની ચેતવણી આપી છે.

સુરત કોર્ટના ગુરુવારના નિર્ણય પર રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિવેદનને ટાંકીને તેમણે ટ્વીટ કર્યું, “મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા તેમને મેળવવાનું સાધન છે.

આ પણ વાંચો:રાહુલ ગાંધીની બેઠક વાયનાડમાં એપ્રિલમાં પેટાચૂંટણી યોજાઈ શકે

આ પણ વાંચો:રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવાનો બનાવ લોકશાહી માટે કાળો દિવસઃ વિપક્ષ

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ 10 વર્ષ પહેલા ફક્ત કાગળ જ નહી, પણ તેમની ‘કિસ્મત’ પણ ફાડી

આ પણ વાંચો: ગાંધી પરિવાર કયા-કયા કેસોનો સામનો કરી રહ્યો છે તે જાણો

આ પણ વાંચો:માનહાનિના કેસમાં દોષિત રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ, લોકસભામાંથી થઇ વિદાય