Covid-19/ અમેરિકામાં કોરોનાનો ફાટ્યો જવાળામુખી, 72 કલાકમાં 7 લાખ નવા કેસ નોંધાયા

આજે સમગ્ર દુનિયામાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન કહેર વરસાવી રહ્યો છે. ખાસ કરીને અમેરિકા, બ્રિટેન અને યુરોપ ઓમિક્રનનાં ભરડામાં આવી ગયુ છે.

Top Stories World
US Omicron
  • અમેરિકા-યુકે-યુરોપ ઓમિક્રોનના ભરડામાં
  • અમેરિકામાં કોરોનાનો ફાટ્યો જવાળામુખી
  • અમેરિકામાં 72 કલાકમાં 7 લાખ નવા કેસ!
  • શુક્રવારે USમાં સર્વાધિક 2.67 લાખ નવા કેસ
  • યુકેમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1.22 લાખ કેસ
  • યુકેમાં એક્ટિવ કેસ વધીને 17.82 લાખ
  • ફ્રાન્સમાં 24 કલાકમાં રેકોર્ડ 94 હજાર નવા કેસ
  • ફ્રાન્સમાં એક્ટિવ કેસ વધીને 11 લાખને પાર
  • ઈટાલીમાં 24 કલાકમાં 50 હજારથી વધુ કેસ

આજે સમગ્ર દુનિયામાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન કહેર વરસાવી રહ્યો છે. ખાસ કરીને અમેરિકા, બ્રિટેન અને યુરોપ ઓમિક્રનનાં ભરડામાં આવી ગયુ છે. વિશ્વનોમહાશક્તિ ગણાતો દેશ અમેરિકામાં સૌથી વધુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો – Festival / દેશમાં ક્રિસમસનો ઉત્સાહ, લોકો એકબીજાને કહી રહ્યા છે મેરી ક્રિસમસ, જાણો કેમ હેપ્પીની જગ્યાએ મેરી કહે છે

આપને જણાવી દઇએ કે, અમેરિકામાં કોરોનાનો જ્વાળામુખી ફાટ્યો હોય તેવા કેસ સામે આવી રહ્યા છે. અહી 72 કલાકમાં 7 લાખ નવા કેસ સામે આવ્યા છે. શુક્રવારે અમેરિકામાં સૌથી વધુ 2.67 લાખ નવા કેસ સામે આવ્યા હતા. જેણે અમેરિકા જેવા વિકસિત રાષ્ટ્રને વિચારવા પર મજબૂર કરી દીધા છે. વળી જો UK ની વાત કરીએ તો અહી પણ પરિસ્થિતિ સારી નથી. અહી 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1.22 લાખ કોરોનાનાં કેસ સામે આવ્યા છે. UK માં એક્ટિવ કેસ વધીને 17.82 લાખ થઇ ગયા છે. વળી ફ્રાન્સની વાત કરીએ તો અહી 24 કલાકમાં રેકોર્ડ 94 હજાર નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં એક્ટિવ કેસ વધીને 11 લાખને પાર થઇ ગયા છે. ઉપરાંત ઈટાલીમાં 24 કલાકમાં 50 હજારથી વધુ કોરોનાનાં નવા કેસ સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે, 27 નવેમ્બરનાં રોજ UK માં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો હતો. જે બાદ PM જોન્સને કડક નિયંત્રણો લાદી દીધા હતા. જે પછી તેમણે બુસ્ટર ડોઝ પ્રોગ્રામ શરૂ કર્યો. આ ઉપરાંત દરેકને તે લેવા અપીલ કરી હતી. વળી, બ્રિટિશ મીડિયાએ એક ફોટો જાહેર કર્યો છે, જેમાં PM સ્વાસ્થ્ય કેન્દ્રનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા.