Tellywood/ આર્યન ખાન ડ્રગ્સ કેસ પર ગૌરી ખાન તોડશે મૌન! SRKની પત્ની કરશે ચોંકાવનારા ખુલાસા?

શાહરૂખ ઘણી વખત ‘કોફી વિથ કરણ’નો ભાગ રહ્યો છે પરંતુ વ્યસ્ત શેડ્યૂલ અને પબ્લિક અપીયરરેંસ પ્લાનને કારણે તેણે આ સિઝનમાં શોનો ભાગ ન બનવાનો નિર્ણય કર્યો છે.

Entertainment
શાહરૂખ

કોફી વિથ કરણ સીઝન 7નો માત્ર પ્રથમ એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો છે અને આ ચેટ શો ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. પહેલા એપિસોડમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જોવા મળ્યા હતા જેમણે ઘણા રસપ્રદ રહસ્યો જાહેર કર્યા હતા. હવે બીજા એપિસોડમાં સારા અલી ખાન અને જ્હાનવી કપૂર એકસાથે એન્ટ્રી કરશે પરંતુ અમે તમને ભૂતકાળમાં કહ્યું હતું તેમ, આ સીઝનમાં કરણ જોહરના બેસ્ટ ફ્રેન્ડ અને બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા શાહરૂખ ખાન જોવા મળશે નહીં.

શાહરૂખ નહીં પરંતુ ગૌરી આ શોનો હશે ભાગ

જો કે શાહરૂખ ખાન લગભગ દરેક સિઝનમાં ‘કોફી વિથ કરણ’નો ભાગ રહ્યો છે, પરંતુ વ્યસ્ત શેડ્યૂલ અને પબ્લિક અપીયરરેંસ પ્લાનને કારણે તેણે આ સિઝનમાં શોનો ભાગ ન બનવાનો નિર્ણય કર્યો છે. પરંતુ દર્શકોએ નિરાશ થવાની જરૂર નથી કારણ કે હવે એક લેટેસ્ટ માહિતી અનુસાર આ શોમાં શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન જોવા મળી શકે છે.

ગૌરી પહેલીવાર ડ્રગ્સ કેસ પર ખુલીને બોલશે

જી હા, બોલિવૂડ લાઈફે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ગૌરી ખાન, ભાવના પાંડે અને મહિપ કપૂર કોફી વિથ કરણ સીઝન 7માં એકસાથે એન્ટ્રી કરી શકે છે. એવું માનવામાં આવે છે કે કરણ જોહર સાથેની વાતચીત દરમિયાન ગૌરી ખાન પહેલીવાર આર્યન ખાન ડ્રગ્સ કેસ વિશે ખુલીને વાત કરશે. જો આવું થશે તો તે ખૂબ જ ખાસ એપિસોડ હશે.

અહેવાલ છે કે કોફી વિથ કરણમાં, ગૌરી ખાન આર્યનની ધરપકડ વિશે તે દરમિયાન પરિવારની સ્થિતિ વિશે વાત કરતી જોવા મળી શકે છે. આ સિઝનમાં શોનો ભાગ બનવા જઈ રહેલા મહેમાનોની વાત કરીએ તો આ સિઝનમાં રણવીર સિંહથી લઈને આલિયા ભટ્ટ અને અક્ષય કુમારથી લઈને સામંથા રૂથ પ્રભુ જોવા મળશે. આ સિવાય વરુણ ધવન, સારા અલી ખાન, અનિલ કપૂર, ટાઈગર શ્રોફ અને કિયારા અડવાણી પણ આ સિઝનમાં શોનો ભાગ હશે.

આ પણ વાંચો:વધુ એક ચીની મોબાઈલ કંપની Oppo India એ કરી રૂ. 4389 કરોડની કસ્ટમ ડ્યુટી ચોરી! DRIનો પર્દાફાશ

આ પણ વાંચો:BJP સાંસદો 16 જુલાઇએ ડિનર માટે મળશે, બીજા દિવસે NDAના સહયોગીઓ સાથે પણ થશે બેઠક

આ પણ વાંચો:કોણ છે ગુજરાતના સૌથી શક્તિશાળી મુખ્યમંત્રી, જાણો અત્યાર સુધીના