ગુજરાત/ સમાચારની ઈફેક્ટ : સરકારે લીધો આ વિશેષ નિર્ણય અને લોકોએ માન્યો ‘મંતવ્ય ન્યૂઝ’નો આભાર

વલસાડ ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્રમુખ બકુલ રાજગોરે મંતવ્ય ન્યૂઝનો સમસ્ત હાઉસિંગ બોર્ડ શોસાયટી વતિ શાબ્દિક આભાર વ્યક્ત કર્યો હતો.

Mantavya Exclusive
વલસાડ

ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત  ગુરુ પૂર્ણિમા ,તારીખ ૧૩ જુલાઇ ૨૦૨૨ થી ૯૦ દિવસ માટે ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં તા.૦૧/૦૭/૨૦૨૨ની સ્થિતીએ બાકી હપ્તા પર ૯૦ દિવસ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી પેટે અંદાજે રૂ. ૭૬૮.૯ર કરોડની માફી આપવામાં આવશે. જે લાભાર્થી દ્વારા યોજના અમલમાં આવ્યાથી ૯૦ દિવસમાં બોર્ડની બાકી રહેતી હપ્તાની રકમ ભરપાઇ કરવામાં આવે તો બાકી રહેતી હપ્તાની રકમ ઉપર ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવામાં આવશે. આ રાહત પેકેજ યોજનામાં જોડાવાથી ૬૪,૯૯ર  જેટલા બાકી લાભાર્થીઓને મકાન માલિકીના હક્ક પ્રાપ્ત થઇ શકશે.  એટલું જ નહિ, ૯૦ દિવસની સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનાર લાભાર્થીઓ માટે પણ વાર્ષિક ૮ ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે ત્યારે વલસાડનાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં રહેવાસીઓએ મંતવ્ય ન્યૂઝનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે. કારણકે થોડા દિવસ અગાઉ આ રહેવાસીઓને પડતી મુશ્કેલી અંગે એક ખાસ રજૂઆત મંતવ્ય ન્યૂઝની વેબસાઈટનાં માધ્યમથી કરવામાં આવી હતી અને જેની ગાંધીનગર ખાતે નોંધ લેવાયાની બાબત જાણવા મળી હતી.

New SOCIAL BAND NEW 2022 સમાચારની ઈફેક્ટ : સરકારે લીધો આ વિશેષ નિર્ણય અને લોકોએ માન્યો ‘મંતવ્ય ન્યૂઝ’નો આભાર

મંતવ્ય ન્યૂઝ સતત લોકોની વ્યથા સાંભળીને ચેનલ તેમજ વેબસાઈટના માધ્યમથી અનેક સમાચારો ઉજાગર કરે છે. લોકોની સમસ્યા સરકાર સુધી અને સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોચાડવામાં મંતવ્ય ન્યૂઝ અગ્રેસર રહે છે ત્યારે હાલમાં હાઉસિંગબોર્ડ અંગેના રાજ્ય સરકારનાં નિર્ણયથી વલસાડમાં આવેલ જુના ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ માં ખુશી વ્યાપી ચૂકી છે. વલસાડનાં પોસ વિસ્તાર એવા તિથલ રોડને પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ છેલ્લા 42 વર્ષથી મોતના ઓછાયા વચ્ચે ભયના માહોલમાં જીવી રહ્યા હતા ત્યારે હવે તેના મકાન પણ સુંદર ઘર બની જશે.

વલસાડ

નોંધનીય છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની અંદર હાઉસિંગ બોર્ડોનું નિર્માણ  કરવામાં આવ્યું હતું અને 1988ના સમયે વલસાડમાં બનાવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનો કિસ્સો કંઈક અલગ જ હતો. સન 1988માં રાજ્ય સરકાર દ્વારા વલસાડના તિથલ રોડને અડીને આવેલ અને ભાગડાવાડા ગ્રામ પંચાયત વિસ્તારની હદમાં  360 એમ.આઇ.જી તેમજ 240 એલ.આઇ.જી, એમ 600 ફ્લેટ નું નિર્માણ કરવામાં આવ્યું હતું અને શરૂઆતથી જ હલકી ગુણવત્તાના કામને લઈને અહીંના રહેવાસીઓ નારાજ થઈ ગયા હતા અને થોડા સમયની અંદર જ બિલ્ડિંગમાં સ્લેબ પડવાની ઘટનાથી રહેવાસીઓએ સરકારને જે હપ્તા આપવાના હતા તે ભરવાનું બંધ કરી દીધેલ. હપ્તા  ન ભરવાના કારણે ચક્રવૃદ્ધિ વ્યાજ વધતુ ગયુ હતું ત્યારે અહી રહેતા મધ્યમ વર્ગીય તેમજ ગરીબ પરિવારના લોકો ચિંતા માં મુકાઈ ગયા હતા.  રોજ કમાઈ ને લાવી રોજ નું ખાતા ગરીબ પરિવારો ઉપર આફત આવી પડતાં તે સમયના ધારાસભ્ય દોલતભાઇ દેસાઇએ સરકારમાં રજૂઆત કરીને કટ ઓફ ડેટ ની સ્કીમ સ્કીમ  લઈ આવ્યા હતા પરંતુ તે પૈસા પણ રહીશો દ્વારા સમય સરના ભરાતા સરકારે ગત વરસે 50 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજની  પેનલ્ટી માફીની સ્કીમ લાવ્યા હતા અને તે સ્કીમને સ્થાનિકો એ હાસ્ય સ્પદ ગણાવી હતી, અહીંના સ્થાનિક નેતાઓ તેમજ અધિકારીઓ વચ્ચે સમન્વય ન હોવાના કારણે સ્થાનિકો ભોગ બની રહ્યા હતા. જ્યારે આ મામલે સરકાર 100% પેનેલટન માફ કરે અને નક્કર  પગલા ભરે તેવી સ્થાનિકોમાં માગ ઊઠી  હતી ત્યારે આજ રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિર્ણયને અહીંના રહીશોએ આવકાર્યો છે અને મંતવ્ય ન્યૂઝ દ્વારા એહવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેની સીધી અસર અહી જોવા મળી હોવાથી વલસાડ ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્રમુખ બકુલ રાજગોરે મંતવ્ય ન્યૂઝનો સમસ્ત હાઉસિંગ બોર્ડ સોસાયટી વતી શાબ્દિક આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : સરકાર સહકાર આપો / વલસાડમાં હાઉસિંગબોર્ડ આવાસોમાં રહીશો રહે છે જીવનાં જોખમે : ગમે ત્યારે પડી શકે છે આ બિલ્ડિંગ