Not Set/ ખેડૂત/ “પીએમ આશા” યોજનામાં ફેરફારોનું ગેહલોતનું સૂચન, ગુજરાતને પણ પજવે છે આ પ્રશ્નો !!

રાજસ્થાનના મુખ્ય પ્રધાન  અશોક ગેહલોતે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રાજ્યના ખેડૂતોના હિતમાં એક પત્ર લખીને વડા પ્રધાન-અન્નદાતા આવક સુરક્ષા અભિયાન (પીએમ આશા) હેઠળ સંચાલિત પ્રાઇસ સપોર્ટ યોજનાના માર્ગદર્શિકામાં જરૂરી ફેરફાર કરવાની વિનંતી કરી છે. ગેહલોત દ્વારા રાજસ્થાનનાં ખેડૂતોનાં હિતને ધ્યાનમાં રાખી આ તમામ સૂચનો કરવામાં આવ્યા છે., ત્યારે આ તમામ પ્રશ્નો ગુજરાતનાં ખેડૂતોને પણ […]

Top Stories Gujarat India
pjimage 1 4 ખેડૂત/ "પીએમ આશા" યોજનામાં ફેરફારોનું ગેહલોતનું સૂચન, ગુજરાતને પણ પજવે છે આ પ્રશ્નો !!
રાજસ્થાનના મુખ્ય પ્રધાન  અશોક ગેહલોતે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રાજ્યના ખેડૂતોના હિતમાં એક પત્ર લખીને વડા પ્રધાન-અન્નદાતા આવક સુરક્ષા અભિયાન (પીએમ આશા) હેઠળ સંચાલિત પ્રાઇસ સપોર્ટ યોજનાના માર્ગદર્શિકામાં જરૂરી ફેરફાર કરવાની વિનંતી કરી છે. ગેહલોત દ્વારા રાજસ્થાનનાં ખેડૂતોનાં હિતને ધ્યાનમાં રાખી આ તમામ સૂચનો કરવામાં આવ્યા છે., ત્યારે આ તમામ પ્રશ્નો ગુજરાતનાં ખેડૂતોને પણ નડતર રૂપ છે. તમામ બદલાવ સૂચન ગુજરાતનાં ખેડૂતોનાં હિતમાં જો લાગુ કરવામાં આવે તો તેનાથી ગુજરાતનાં ખેડૂતોને પણ મોટો ફાયદો અને રાહત મળી શકે તેમ જણાય છે. 
આવા કર્યા છે ગેહલોતે કેન્દ્ર સરકારને સૂચનો
તેમણે વડા પ્રધાનને ટેકાના ભાવે કઠોળ અને તેલીબિયાંની ખરીદી માટે ભારત સરકારની આ યોજનામાં સુધારો કરવા જણાવ્યું છે જેથી રાજ્યના ખેડુતોને મહત્તમ લાભ મળી શકે. શ્રી ગેહલોતે જણાવ્યું હતું કે હાલમાં ટેકાના ભાવે ખરીદી માટે કઠોળ અને તેલીબિયાંના કુલ ઉત્પાદનની 25 ટકા મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેના કારણે ઘણા ખેડૂતો તેમની વેચીં શકતા નથી. તેઓએ ટેકાના ભાવ પર ખરીદીની મર્યાદા 25 ટકાથી વધારીને 50 ટકા કરવાની માંગ કરી છે.
ખરીદવાની મહત્તમ મર્યાદા
ગેહલોતે પત્રમાં કહ્યું છે કે ખેડૂત પાસેથી એક દિવસમાં વધુમાં વધુ 25 ક્વિન્ટલ પેદાશો ખરીદવાની મહત્તમ મર્યાદા હોવાને કારણે ખેડૂતને એક જ વારમાં તેનું ઉત્પાદન વેચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે યોજનાની માર્ગદર્શિકામાં ખેડૂત પાસેથી દૈનિક ખરીદીની મહત્તમ મર્યાદા કાઢી નાખવી જોઇએ અથવા વધારવી જોઈએ.
સમયગાળામાં વધારો
ગેહલોતે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ પ્રાપ્તિ માટે 90 દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ ટૂંકા ગાળાને કારણે, ખરીદ પ્રક્રિયા ઉપર ખૂબ દબાણ છે અને ખરીદ કેન્દ્રો પર ભીડને કારણે તંત્રને જાળવવામાં અવરોધ ઉભો થાય છે. મુખ્યમંત્રીએ વિનંતી કરી છે કે આ 90 દિવસનો સમયગાળો ઓછામાં ઓછો 150 દિવસ કરવો જોઈએ, જેથી ખેડુતોને આગામી પાકની તૈયારી માટે પૂરતો સમય મળી રહે અને તેઓ કોઈ પણ જાતની તકલીફ વિના ખરીદી કેન્દ્રો પર પોતાનું ઉત્પાદન વેચી શકે.
ખેડૂતો ઉત્પાદન અને ઉત્પાદકતા વધારશે
ગેહલોતે કહ્યું કે ખરીફ મૂંગ, ઉળદ, સોયાબીન અને મગફળીની ખરીદી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે અને તેની દરખાસ્તો કેન્દ્રને મોકલવામાં આવી છે. તેમણે વિનંતી કરી છે કે વડા પ્રધાને કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવતા રાજસ્થાનના પરિશ્રમશીલ ખેડૂતોનાં હિતમાં આ યોજનાની અવરોધોને દૂર કરવી જોઈએ. તેમણે કહ્યું છે કે આનાથી ખેડૂતો ઉત્પાદન અને ઉત્પાદકતા વધારશે અને રાજ્ય તેમજ દેશમાં કૃષિ વિકાસ, અન્ન સુરક્ષા અને ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.