બનાસકાંઠા/ ગેનીબેન ઠાકોરે વાવ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી

લોકસભા ચૂંટણીમાં ભાજપને કલીન સ્વીપથી રોકનાર ગેનીબેન ઠાકોરે રાજીનામું આપ્યું. ગેનીબેને વાવા ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા કહ્યું કે આ ખુશીનું રાજીનામું છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 13T151511.633 ગેનીબેન ઠાકોરે વાવ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી

લોકસભા ચૂંટણીમાં ભાજપને કલીન સ્વીપથી રોકનાર ગેનીબેન ઠાકોરે રાજીનામું આપ્યું. ગેનીબેને વાવા ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા કહ્યું કે આ ખુશીનું રાજીનામું છે. આજે વિધાનસભા અધ્યક્ષ ગેનીબેન ઠાકોરે પોતાનું રાજીનામું સોંપ્યું. જણાવી દઈે કે ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણીમાં 30 હજાર મતોથી ભવ્ય જીત મેળવી. બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોરે પોતાનું રાજીનામું સુપરત કર્યું.

રાજીનામું આપ્યા બાદ ગેનીબેન ઠાકોર અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર જઈ સીનિયર નેતાઓ સાથે મુલાકાત કરશે. 2009 બાદ પ્રથમ વખત કોંગ્રેસના ઉમેદવારને લોકસભા ચૂંટણીમાં જીત મળી છે. ગેનીબેન ઠાકોરના આક્રમક વલણ અને તમામ પ્રશ્નો પર સરકારને લડત આપવાના વલણને લઈને તેમના પ્રદેશમાં તેમનું માન વધ્યું છે. ગુજરાતમાં એક બેઠક પર જીત મેળવનાર કોંગ્રેસ ગેનીબેન ઠાકોરની આ ભવ્ય જીતની ઉજવણી કરશે. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ગેનીબેન ઠાકોર પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમિતચાવડા સાથે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. સંભવત તેમની આ ભવ્ય જીત બાદ કોંગ્રેસપક્ષ તેમને વધુ મહત્વની જવાબદારી સોંપી શકે છે.

નોંધનીય છે કે વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોરે રાજીનામું આપતા વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યા બળ ઘટીને 12 થશે. અગાઉ વિધાનસભામાં કોંગ્રેસની સંખ્યા 13 હતી. બનાસકાંઠાથી ધારાસભ્ય બન્યા બાદ હવે વિધાનસભામાં વાવ બેઠક ખાલી થતા ત્યાં 6 મહિનાની અંદર ફરી પેટા ચૂંટણી યોજાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘આપણાથી કયાંક કોઈ ભૂલ થઈ ગઈ છે’ ગેમઝોન અગ્નિકાંડ મામલે CMએ સ્વીકારી ભૂલ

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ