ગુજરાત/ કોરોનાની ત્રીજી લહેરની સરકારે કરી તૈયારી, લોન્ચ કરી નવી કોરોના એપ

હેલ્થ સર્વિસીસ મેનેજમેન્ટ સેન્ટર (HSMC) એ સરકારની વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓનું મોનીટરીંગ કરશે. HSMC સરકારની PMJAY,PMMVY,RBSK,ECD,JSSK જેવી વિવિધ યોજનાઓનું મોનીટરીંગ કરશે.

Top Stories Gujarat Others
ગ 2 3 કોરોનાની ત્રીજી લહેરની સરકારે કરી તૈયારી, લોન્ચ કરી નવી કોરોના એપ
  • ગુજરાત સરકારે લોન્ચ કરી નવી કોરોના એપ
  • કોરોનાની ત્રીજી લહેર પહેલા સરકારની તૈયારી
  • એપ પર મળશે હોસ્પિ.ના ખાલી બેડની માહિતી
  • સરકારે GERMIS નામની એપ્લિકેશન બનાવી
  • ટેસ્ટિંગ લેબની માહિતી પણ એપ પર ઉપલબ્ધ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા”હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર” અને GERMIS ( ગુજરાત એપેડેમીક રિસ્પોન્સ મેંજમેન્ન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ) પોર્ટલ નો શુભારંભ કરાયો છે. હેલ્થ સર્વિસીસ મેનેજમેન્ટ સેન્ટર (HSMC) એ સરકારની વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓનું મોનીટરીંગ કરશે. HSMC સરકારની PMJAY,PMMVY,RBSK,ECD,JSSK જેવી વિવિધ યોજનાઓનું મોનીટરીંગ કરશે.

HSMC એ સરકારની વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓને મળેલ આરોગ્યની સેવાઓની ગુણવતા તેમજ લાભાર્થીઓને વિના મૂલ્યે લાભ મળ્યો કે નહીં તેનું મોનીટરીંગ કરશે. HSMC એ વિવિધ યોજનાઓ અને વિવિધ ઓનલાઈન પોર્ટલનું મોનીટરીંગ કરશે

લાભાર્થીઓને મળતી આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બને તેમાં HSMC સેતુની ભૂમિકા ભજવશે.. રાષ્ટ્રીય અને રાજ્યની આરોગ્યલક્ષી સેવાઓનું મેનેજમેન્ટ કરવામાં આવશે. જેમાં બેડની સાથે નજીકની કઈ હોસ્પિટલમાં પથારી ઉપલબ્ધ છે એ માહિતી મળી રહેશે.

તો એપના લોન્ચિંગ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે  ભાજપના નેતાઓનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ થતા મેળવડામાં લોકો જાતે પોતાની સુરક્ષા રાખે. કોરોના કેસની સંખ્યા 3 થી 4 ઘણી વધી છે ત્યારે લોકોએ જાતે નક્કી કરવું પડશે કે કયા જવું અને ના જવું. ભીડ એકત્રિત થવા અંગે દોષ નો ટોપલો પ્રજા પર ઢોળ્યો હતો.  કોવિડ ની ત્રીજી સંભવિત લહેરમાં લોકો જાતે ગંભીર બને.  વાયબ્રન્ટ ગુજરાતથી ગુજરાતને મોટો આર્થિક લાભ થશે. વાયબ્રન્ટ કોરોનાની ગાઈડલાઇન્સ સાથે જ થશે. મોટા મેળવડા જોવા નહીં મળે. માત્ર ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલા છે એ લોકો જ આવશે. બહારથી આવનાર લોકોની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે.

ગુજરાત / ખોડલધામમાં યોજાનાર કાર્યક્રમ માત્ર પાટોત્સવ છે, કોઈ પોલિટિકલ પાવર બતાવવાનો કાર્યક્રમ નથી : નરેશ પટેલ

Covid death / વિશ્વભરમાં કોરોનાથી થયેલા મોતનો ચોંકાવનારો આંક, HIV, મેલેરિયા અને TBથી થયેલા કુલ મૃત્યુ આંકને છોડ્યો પાછળ 

ફરી કુદરતના ખોળે / કપાળની બંને બાજુ નાના સીંગડા જેવા ત્રાંસા પીંછાવાળું મત્સ્ય ઘુવડ

પૌરાણિક કથા / જ્યારે માતા દુર્ગાએ એક મામૂલી તણખલા વડે  દેવતાઓનું અભિમાન તોડયું હતું.. 

આસ્થા / સ્ત્રીઓ ક્યારેય નાળિયેર કેમ નથી ફોડતી..?