Election/ લ્યો બોલો ! ભાજપમાં 6 મનપાની ચૂંટણી માટે 2037 થી વધુ દાવેદારો નોંધાયા

ચૂંટણી નિરીક્ષકો પાર્લામેન્ટરી બોર્ડને રિપોર્ટ આપશે અને પહેલી ફેબ્રુઆરીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે પણ આ વખતે નારાજગીનું પ્રમાણ પણ જોર પકડશે તેવા એંધાણ ચૂંટણીની ટીકીટ વાંચ્છુકોની યાદી જોતા દેખાય છે.

Gujarat Others
a 407 લ્યો બોલો ! ભાજપમાં 6 મનપાની ચૂંટણી માટે 2037 થી વધુ દાવેદારો નોંધાયા

ચૂંટણી નિરીક્ષકો પાર્લામેન્ટરી બોર્ડને રિપોર્ટ આપશે અને પહેલી ફેબ્રુઆરીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે પણ આ વખતે નારાજગીનું પ્રમાણ પણ જોર પકડશે તેવા એંધાણ ચૂંટણીની ટીકીટ વાંચ્છુકોની યાદી જોતા દેખાય છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચુકી  છે અને ચૂંટણી આચારસંહિતા અમલમાં છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટે કમર કસી છે. વિશ્વનાં સૌથી મોટા કહેવાતા ભાજપમાં તો જાણે તમામને નેતા બનવાનો અભરખો ચડ્યો હોય તેવી સ્થિતિ જોવામાં આવી રહી છે.
ભાજપમાં છ મહાનગરપાલિકા વિસ્તાર માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. ત્યારે મહાનગરપાલિકા માટે ઉમેદવારોએ દાવેદારી કરવા રિતસર ભીડ કરી હતી. સેન્સ પ્રક્રિયાના સ્થળ બહાર દાવેદારોની ભીડ જાેવા મળી હતી. મહાનગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપે વોર્ડવાઈઝ દાવેદારોની સંખ્યા જાહેર કરી છે.
છ મહાનગરાપિલકા વિસ્તારમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન સુરતમાં 30 વોર્ડ માટે 1949 દાવેદાર,  રાજકોટમાં 18 વોર્ડમાં 681 દાવેદાર, જામનગરમાં 16 વોર્ડમાં 543, ભાવનગરમાં 13 વોર્ડમાં 595, વડોદરામાં 19 વોર્ડ માટે 1451, અમદાવાદમાં 47 વોર્ડ માટે 2037 દાવેદારો નોંધાયા છે. આ તમામ દાવેદારોના નામની યાદી નિરીક્ષકો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે અને બોર્ડમાં આ નામો પર ચર્ચા કરાશે.
ચર્ચા માટે બોર્ડની બેઠક પહેલી ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી મળશે અને ત્રણ દિવસ દરમિયાન નામ પર ચર્ચા કર્યા બાદ મહાનગરપાલિકા વિસ્તાર માટે પ્રદેશ ભાજપ સૌપ્રથમ તેના ઉમેદવારો જાહેર કરી દેશે. બાદમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી જાહેર કરાશે. શક્ય છે કે મહાનગરપાલિકા વિસ્તારની યાદી સાથે જ પંચાયત સહિતના ઉમેદવારોની  યાદી જાહેર કરી દેવાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…