Not Set/ વેસ્ટ ઈંન્ડિઝ સામે જીત મળ્યા બાદ ધોનીને લઇને કોહલીએ કહી આ ખાસ વાત, જાણો

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વિશ્વકપમાં વેસ્ટ ઈંન્ડિઝની વિરુદ્ધ 125 રનોથી જીત મેળવ્યા બાદ ટીમ ઈંન્ડિયાએ વિશ્વકપને જીતવાની પોતાની દાવેદારીને પાંખો આપી દીધી છે. જો કે હજુ પણ કોહલી બેટિંગને લઇને ચિંતિત જોવા મળ્યો હતો. તેનું માનવુ છે કે, બેટ્સમેનોને સમય સૂચકતા વાપરીને રમવુ જોઇએ. પોતાની રમતને ઓળખવી જરૂરી છે. આપને જણાવી દઇએ કે, વેસ્ટ ઈંન્ડિઝ સામે […]

Top Stories Sports
virat kohli pti વેસ્ટ ઈંન્ડિઝ સામે જીત મળ્યા બાદ ધોનીને લઇને કોહલીએ કહી આ ખાસ વાત, જાણો

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વિશ્વકપમાં વેસ્ટ ઈંન્ડિઝની વિરુદ્ધ 125 રનોથી જીત મેળવ્યા બાદ ટીમ ઈંન્ડિયાએ વિશ્વકપને જીતવાની પોતાની દાવેદારીને પાંખો આપી દીધી છે. જો કે હજુ પણ કોહલી બેટિંગને લઇને ચિંતિત જોવા મળ્યો હતો. તેનું માનવુ છે કે, બેટ્સમેનોને સમય સૂચકતા વાપરીને રમવુ જોઇએ. પોતાની રમતને ઓળખવી જરૂરી છે. આપને જણાવી દઇએ કે, વેસ્ટ ઈંન્ડિઝ સામે ધમાકેદાર બેટિંગનાં કારણે કોહલીને મેન ઓફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

19399146 1422663111154121 4441758969805094988 n વેસ્ટ ઈંન્ડિઝ સામે જીત મળ્યા બાદ ધોનીને લઇને કોહલીએ કહી આ ખાસ વાત, જાણો

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

વિશ્વકપનાં 34માં મુકાબલામાં વેસ્ટ ઈંન્ડિઝ સામે જીત મેળવ્યા બાદ કોહલીએ કહ્યુ કે, બેટ્સમેનોને પોતાની મજબૂત અને પોતાની નબળાઇનાં હિસાબે તાલમેલ બેસાડવાનું રહેશે. સાથે જ પિચનાં મિઝાજને પણ ધ્યાને લઇને રમવુ પડશે. તેણે કહ્યુ કે, આ મારી રણનીતિ છે. હુ મેચ દરમિયાન પોતાની રીતે રમુ છુ. હુ એક-બે રન લઇને ખુશ છુ. મારા સૌથી વધુ રન આ રીતે જ આવે છે. તેણે કહ્યુ કે, અમને બે ખરાબ પિચ મળી પરંતુ હુ મારા યોગદાનથી ખુશ છુ.

Kedar Jadhav વેસ્ટ ઈંન્ડિઝ સામે જીત મળ્યા બાદ ધોનીને લઇને કોહલીએ કહી આ ખાસ વાત, જાણો

કેદાર જાદવનાં ખરાબ પ્રદર્શનનાં કારણે સોશિયલ મીડિયામાં તેની જગ્યાએ દિનેશ કાર્તિકને પ્લેઈંગ ઇલેવનમાં જગ્યા આપવાની માંગ થવા લાગી છે. વેસ્ટ ઈંન્ડિઝ સામે કંગાળ પ્રદર્શન બાદ વિરાટ કોહલી પણ આ મામલે વિચાર કરી શકે છે. જેનુ એક કારણ તે પણ છે કે ભારત સેમીફાઈનલની ઘણી નજીક પહોચી ગયુ છે. ત્યારે મધ્યક્રમ મજબૂત કરવાની જરૂર રહેશે. જેની કિંમત જાદવે ચુકવવી પડે તો કોઇ નવાઇ નહી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

kohliinterviewdhoni180419 0 0 વેસ્ટ ઈંન્ડિઝ સામે જીત મળ્યા બાદ ધોનીને લઇને કોહલીએ કહી આ ખાસ વાત, જાણો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીનાં વખાણમાં ટીમને એક મોટો સંદેશો આપ્યો. તેણે કહ્યુ કે, ધોની જાણે છે કે મેદાન પર શું જોઇએ. જ્યારે તેમનો ખરાબ દિવસ હોય છે ત્યારે દરેક લોકો વાત કરવા લાગે છે. અમે હંમેશા તેમને સમર્થન આપ્યુ છે. ધોનીની વિશે સૌથી સારી વાત એ છે કે જ્યારે તમારે અંતિમ ઓવરોમાં 15-20 રન જોઇએ ત્યારે તે આપણને રન અપાવી દે છે. તેનો અનુભવ 10માંથી 8 વખત અમારા કામ આવે છે. જો કે વિરાટ આ કહેવાની સાથે ધોની પર ઉઠાવવામાં આવી રહેલી આંગળીઓને પણ જવાબ આપી દીધો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.