Not Set/ ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર ઈન્ડિયાનાં MD ને મોકલી લીગલ નોટિસ

ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદ જિલ્લાનાં લોનીમાં એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિને માર મારવાના વાયરલ થયેલા વીડિયો અંગે ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર ઈન્ડિયાનાં મેનેજિંગ ડિરેક્ટરને કાનૂની નોટિસ મોકલી છે.

Top Stories India
2 79 ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર ઈન્ડિયાનાં MD ને મોકલી લીગલ નોટિસ

ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદ જિલ્લાનાં લોનીમાં એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિને માર મારવાના વાયરલ થયેલા વીડિયો અંગે ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર ઈન્ડિયાનાં મેનેજિંગ ડિરેક્ટરને કાનૂની નોટિસ મોકલી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર દ્વારા વાયરલ થયેલા વીડિયો અંગે કોઈ ધ્યાન ન લેવા બદલ ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર ઈન્ડિયાનાં મેનેજિંગ ડિરેક્ટરને કાનૂની નોટિસ મોકલી છે. પોલીસે ટ્વિટર ઈન્ડિયાનાં મેનેજિંગ ડિરેક્ટરને સાત દિવસની અંદર પોલીસ સ્ટેશન લોની બોર્ડર પર નિવેદન નોંધવા જણાવ્યું છે.

2 80 ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર ઈન્ડિયાનાં MD ને મોકલી લીગલ નોટિસ

મેઘાની ધમાકેદાર એન્ટ્રી / રાજ્યનાં 121 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ગણદેવી તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો

સમાચાર એજન્સી એએનઆઈનાં જણાવ્યા અનુસાર, “લોનીમાં એક વૃદ્ધ વ્યક્તિનાં વાયરલ થયેલા વીડિયો પર સમાજમાં નફરત અને દ્વેષ ફેલાવવા માટે ટ્વિટર દ્વારા મોકલેલા સંદેશની કોઈ નોંધ ન લેતાં ગાઝિયાબાદ પોલીસે ટિ્વટર ઈન્ડિયાનાં મેનેજિંગ ડિરેક્ટરને કાનૂની નોટિસ મોકલી હતી. તેમને 7 દિવસમાં લોની બોર્ડર પર પોતાનું નિવેદન રેકોર્ડ કરવા કહેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, ટૂલીકીટ કેસમાં નવા આઈટી કાયદાનાં ઉલ્લંઘન મામલે તાજેતરમાં જ ટ્વિટર ઈન્ડિયાનાં એમડી મનીષ મહેશ્વરીની દિલ્હી પોલીસનાં વિશેષ સેલ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદ જિલ્લામાં એક મુસ્લિમ વડીલને માર મારવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં ‘જય શ્રી રામ’ નાં નારા ન લગાવવા માટે તેમને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પછી આ કેસમાં નવો વળાંક આવ્યો હતો અને પોલીસે આ ઘટનામાં કોમી એંગલ હોવાનો પણ ઇનકાર કર્યો હતો. આ કેસમાં ગાઝિયાબાદ પોલીસે ગુરુવારે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

2 81 ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર ઈન્ડિયાનાં MD ને મોકલી લીગલ નોટિસ

પ્રથમ ટેસ્ટ / ટીમ ઈન્ડિયા પાસે પહેલા જ પ્રયત્નમાં બે વર્લ્ડ કપ જીતવાની વિશ્વની પ્રથમ ટીમ બનવાની તક

પોલીસનું કહેવું છે કે, અબ્દુલ શમદ સૈફી ઉપર 5 જૂને હુમલો થયો હતો, કારણ કે આરોપીઓ તેમના દ્વારા વેચવામાં આવેલા તાવીજથી નાખુશ હતા. પોલીસે આ ઘટનામાં કોમી કોણને નકારી કાઠ્યું છે. પોલીસ અધિક્ષક (ગ્રામીણ) ઇરાજ રાજાએ ગુરુવારે કહ્યું હતું, “ચાર આરોપી હિમાંશુ, અનસ, શાવેઝ અને બાબુની આજે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર પોલીસે અગાઉ કલ્લુ ગુર્જર, પરવેશ ગુર્જર, આદિલ, ઈન્તજાર અને સદ્દામ ઉર્ફે બૌનાની ધરપકડ કરી હતી, જેમના પર આરોપ છે કે ગાઝિયાબાદનાં શહીદ નગર વિસ્તારમાં સૈફી પર થયેલા હુમલામાં સામેલ છે. મહત્વનું છે કે, સૈફીનાં કથિત વીડિયોને કારણે દેશભરમાંથી એક પ્રતિક્રિયા આવી હતી. આ વીડિયોમાં સૈફી કહે છે કે કેટલાક યુવકોએ તેમને બળજબરીથી ‘જય શ્રી રામ’ નો જાપ કરવા કહ્યું અને માર માર્યો હતો. વળી જિલ્લા પોલીસે કહ્યું કે તેઓએ તેમની એફઆઈઆરમાં આ પ્રકારનો આક્ષેપ કર્યો નથી. બુલંદશહેર જિલ્લાનાં અનુપશરમાં રહેતા સૈફીની ફરિયાદ પર, ઘટનાનાં બે દિવસ પછી 7 જૂને એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં હુમલો અને બળજબરીપૂર્વક અપહરણની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

majboor str 18 ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર ઈન્ડિયાનાં MD ને મોકલી લીગલ નોટિસ