Not Set/ બિહારની પરિસ્થિતિ મામલે આખા બોલા ગિરિરાજસિંહે, નીતિશકુમાર વિશે કહ્યું આવુું – “વાહવાહી સરદારને, તો ગાળો પણ સરદારને”

ભારત સરકારનાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને બિહારની પૂરની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી નીતીશ કુમારની જવાબદારીથી માહિતગાર કરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે – ‘નીતિશ કુમાર રાજ્યમાં 15 વર્ષથી સત્તામાં છે. ચોક્કસ, સરદારને તાળીઓથી વધાવામાં આવે, તો ગાળો પણ સરદારને ખાવાની આવે, દુનિયાની આ રીત છે.’ તમને જણાવી દઇએ કે બિહારની પરિસ્થિતિ અંગે સજ્જતાના અભાવ માટે નીતિશ […]

Top Stories India
giriraj e1540209745511 બિહારની પરિસ્થિતિ મામલે આખા બોલા ગિરિરાજસિંહે, નીતિશકુમાર વિશે કહ્યું આવુું - "વાહવાહી સરદારને, તો ગાળો પણ સરદારને"
ભારત સરકારનાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને બિહારની પૂરની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી નીતીશ કુમારની જવાબદારીથી માહિતગાર કરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે – ‘નીતિશ કુમાર રાજ્યમાં 15 વર્ષથી સત્તામાં છે. ચોક્કસ, સરદારને તાળીઓથી વધાવામાં આવે, તો ગાળો પણ સરદારને ખાવાની આવે, દુનિયાની આ રીત છે.’
તમને જણાવી દઇએ કે બિહારની પરિસ્થિતિ અંગે સજ્જતાના અભાવ માટે નીતિશ સરકારની સતત ટીકા કરવામાં આવે છે. આ પહેલા પણ ગિરીરાજે નીતીશ પર હુમલો કરનાર રહ્યા છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે ‘રાહત પ્રણાલી કાગળોમાં ઘટાડી દેવામાં આવી છે. વહીવટતંત્ર માટે પૂર એ ઉજવણી જેવું છે. ખાતાકીય જોગવાઈના વેશમાં માનવ સહાનુભૂતિ સાથે મજાક કરવામાં આવી રહી છે.
સિંહે કહ્યું કે, પટનામાં મહાપ્રવાહ એ કુદરતી આપત્તિ નથી, પરંતુ સરકારની ક્ષતિ છે. સિસ્ટમમાં અરાજકતા છે. મંત્રીએ કહ્યું હતું કે  ઓગસ્ટમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરની તૈયારી માટે એક મજબૂત સિસ્ટમનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ, જ્યારે પૂર આવ્યું ત્યારે બધી તૈયારીઓ કેવી મજબૂત હતી તે સામે આવી ગયું હતું.
  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 બિહારની પરિસ્થિતિ મામલે આખા બોલા ગિરિરાજસિંહે, નીતિશકુમાર વિશે કહ્યું આવુું - "વાહવાહી સરદારને, તો ગાળો પણ સરદારને"