Viral video/ દારૂની દુકાનમાં જઈને યુવતીએ કર્યું કંઇક એવું કે જોઈને તમે પણ રહી જશો દંગ, જુઓ વિડીયો

દારૂ પીવો એ ખરાબ વસ્તુ છે. દારૂ પીને અથવા પીવા માટે લોકો સંયમ ગુમાવી બેઠે છે. હાલ દારૂને લઇને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી દારૂની દુકાનમાં દારૂની બોટલો તોડતી જોવા મળી રહી છે.

Trending
a 10 દારૂની દુકાનમાં જઈને યુવતીએ કર્યું કંઇક એવું કે જોઈને તમે પણ રહી જશો દંગ, જુઓ વિડીયો

દારૂ પીવો એ ખરાબ વસ્તુ છે. દારૂ પીને અથવા પીવા માટે લોકો સંયમ ગુમાવી બેઠે છે. હાલ દારૂને લઇને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી દારૂની દુકાનમાં દારૂની બોટલો તોડતી જોવા મળી રહી છે. આ વિડીયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના વિશે વિવિધ પ્રકારનાં પ્રશ્નો પૂછી રહ્યા છે.

વીડિયો બ્રિટેનનો હોવાનું કહેવાય રહ્યું છે. જેને ચાર્લ્સ એડમ નામના વ્યક્તિએ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું છે. આ વીડિયોમાં હૂડી પહેરેલી યુવતી સુપરસ્ટોરમાં દારૂની દુકાનમાં એક પછી એક બોટલ તોડતા જોવા મળી રહી છે. યુવતીનો ચહેરો દેખાઈ રહ્યો નથી, પરંતુ તે જે ગતિથી બોટલ તોડી રહી છે, તે જોઇને લોકો આશ્ચર્યમાં છે કે કેમ કોઈ તેને રોકી રહ્યું નથી.

ચાર્લ્સે વીડિયો શેર કરતી વખતે લખ્યું કે, છોકરી અડધા કલાકથી બોટલ તોડી રહી છે, પોલીસ ક્યાં છે, મેનેજર છોકરીને રોકી શકતો નથી? આપને જણાવી દઈએ કે યુવતીએ આશરે 500 દારૂની બોટલ તોડી નાખી હશે. આખી દુકાનમાં કાચનાં ટુકડાઓ છે અને તે છોકરી તેની ઉપર ઉભી છે અને એક પછી એક બોટલ ફેંકી રહી છે.

આ વીડિયો વાયરલ થયા પછી લોકો અટકળો કરી રહ્યા છે કે યુવતી શા માટે બોટલ તોડી રહી છે. તે જ સમયે પોલીસ કે દુકાનના માલિકે પણ કોઈ પગલાં ન ભરતાં લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…