Not Set/ મહીસાગરમાં ગુલિયન બારી સિન્ડ્રોમથી બાળકીનું મોત

8 વર્ષની બાળકી નેહાના હાથનું હલનચલન બંધ થઈ જતા પરિવારે ગામના ડોકટરને બતાવીને લુણાવાડા અમદાવાદ અને વડોદરા ખાતે સારવાર કરાવી હતી. પરંતુ કમનસીબે બાળકીનો જીવ બચી શક્યો ન હતો. 

Top Stories Gujarat
શિવાય 13 મહીસાગરમાં ગુલિયન બારી સિન્ડ્રોમથી બાળકીનું મોત

કોરોના બાદ હવે નવી બીમારીએ દેખા દીધી છે. ગુલિયન બારી સિન્ડ્રોમ બીમારીથી એક બાળકીનું મોત નિપજતા તબીબોની ચિંતા વધી છે. મહીસાગર જિલ્લામાં ગુલિયન બારી સિન્ડ્રોમનો વીરપુરમાં કેસ નોંધાયો છે. ત્યાર બાદ ખાનપુરમાં એક 8 વર્ષની બળકીમાં GBSના લક્ષણો દેખાયા હતા. જેથી પરિવાર સારવાર માટે બાળકીને અમદાવાદ લઈ ગયા હતા પરંતુ ત્યા પણ સારવાર ન મળતા પરિવારે વડોદરાની ખાનગી અને સયાજી હોસ્પિટલમાં ભરતી કરી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું.

  • કોરોના બાદ નવી બીમારીનો ખતરો
  • ગુલિયન બારી સિન્ડ્રોમથી બાળકીનો મોત
  • સારવાર દરમિયાન બાળકીનું મોત
  • મહીસાગરમાં ગુલિયન બારી સિન્ડ્રોમનો કેસ

મહીસાગર જિલ્લામાં ગુલિયન બારી સિન્ડ્રોમ ને લઈ  આરોગ્ય તંત્ર એક્શન મોડ માં આવ્યું છે અને બાળકીના ઘરના આસપાસમાં આવેલ મકાનોમાં સર્વે હાથ ધર્યો છે. તેમજ બાળકીના પરિવાર સાથે મુલાકાત કરી હતી.  મહીસાગર જિલ્લાના મોટા ખાનપુર ગામના વતની અને હાલ ગોધરા ખાતે રહેતા રત્નભાઈ માલિવાડ લગ્ન પ્રસંગે પોતાના વતન આવ્યા હતા. જ્યાં તેમની 8 વર્ષની બાળકી નેહાના હાથનું હલનચલન બંધ થઈ જતા પરિવારે ગામના ડોકટરને બતાવીને લુણાવાડા અમદાવાદ અને વડોદરા ખાતે સારવાર કરાવી હતી. પરંતુ કમનસીબે બાળકીનો જીવ બચી શક્યો ન હતો.  બાળકી રત્નભાઈના પરિવારનું એક માત્ર સંતાન હતી.  જેના મોત બાદ પરિવારમાં ઊંડા  શોકની લાગણી વ્યાપી છે.

દેશ સહિત રાજ્યમાં કોરોના ના કેસ ઘટી રહ્યા છે પરંતુ ગુલિયન બારી સિન્ડ્રોમ બીમારી એન્ટ્રી મારી રહી હોય તેવું લાગી રહ્યું છે.  મહીસાગર જિલ્લામાં ગુલિયન બારી સિન્ડ્રોમનો વીરપુરમાં કેસ નોંધાયો છે. ત્યાર બાદ ખાનપુરમાં એક 8 વર્ષની બળકીમાં GBS ના લક્ષણો દેખાયા હતા. જેથી પરિવારે સ્થાનિક ડોકટર સાથે ટ્રીટમેન્ટ કરાવી ત્યાં સુધી પરિવારને આ ગંભીર બીમારી વિશે જાણ ન હતી. બાળકીને આરામ ના લાગતા વધુ સારવાર અર્થે લુણાવાડા લાવવામાં આવી ત્યાંથી અમદાવાદ લઈ જવાઈ ત્યાં પણ સારવાર ન મળતા પરિવારે વડોદરાની ખાનગી અને સયાજી હોસ્પિટલમાં ભરતી કરી જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું ત્યારે મહીસાગર આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અને બાળકીના ઘરના આસપાસ માં આવેલ મકાનોમાં સર્વે હાથ ધર્યો છે તેમજ બાળકીના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

મહીસાગર જિલ્લાના મોટા ખાનપુર ગામના વતની અને હાલ ગોધરા ખાતે રહેતા રત્નભાઈ માલિવાડ લગ્ન પ્રસંગે પોતાના વતન આવ્યા હતા જ્યાં તેમની 8 વર્ષની બાળકી નેહા ના હાથનું હલનચલન બંધ થઈ જતા પરિવારે ગામના ડોકટર ને બતાવી ને લુણાવાડા અમદાવાદ અને વડોદરા ખાતે સારવાર કરાવી હતી પરંતુ કમનસીબે બાળકીનો જીવ બચી શક્યો ન હતો.

મ્યુનિ. શાળાઓમાં પ્રવાસી શિક્ષકની પ્રથા દાખલ કરાઇ

ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, યુક્રેન બોર્ડરથી હંગેરીમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ

પૂર્વ બોક્સર અને મેયરે પોતાના દેશની ઈજ્જત બચાવવા દુશ્મનો સામે ઉપાડી બંદૂક