Cricket/ એશિઝમાં ઈંગ્લેન્ડની બેક ટૂ બેક હાર બાદ ગ્લેન મેકગ્રા થયો ગુસ્સે, કહ્યુ- IPL અને BBL એ દુશ્મનોને બનાવ્યા દોસ્ત

ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ એશિઝ સીરઝમાં રાઇવલરી ઓછી થવા માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને બિગ બેશ લીગ (BBL)ને જવાબદાર ઠેરવ્યા છે.

Sports
દુશ્મન વચ્ચે દોસ્તી ભારે પડી

ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ એશિઝ સીરઝમાં રાઇવલરી ઓછી થવા માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને બિગ બેશ લીગ (BBL)ને જવાબદાર ઠેરવ્યા છે. મેકગ્રાનાં મતે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનાં ખેલાડીઓ આ લીગમાં એકબીજા સામે રમે છે અને તેથી જ તેમની વચ્ચે કોઈ સ્પર્ધા નથી.

આ પણ વાંચો – Retirement / ટીમ ઈન્ડિયાનાં દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ

આપને જણાવી દઇએ કે, IPL અને BBL એ સમગ્ર દુનિયામાં પસંદ કરવામાં આવતી લીગ છે. જ્યારે પણ IPL ની મેચો થાય છે, ત્યારે બોલિવૂડની ફિલ્મોની સાથે અન્ય ઘણા દેશોની લીગ થોડા દિવસો માટે સ્થગિત કરવામાં આવે છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે અન્ય દેશોનાં ખેલાડીઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે IPL નાં કારણે તેમના ક્રિકેટને નુકસાન થઈ રહ્યું છે. હવે આ અંગે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેકગ્રાએ મોટું નિવેદન આપ્યું છે. ગ્લેન મેકગ્રાનાં મતે IPL જેવી લીગનાં કારણે ક્રિકેટમાં ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે. હવે ખેલાડીઓ તેમના સંબંધો બનાવવા માંગે છે. જો તમે ચાલી રહેલી એશિઝ પર નજર નાખો તો આ બાબત સ્પષ્ટ જણાય છે. ઓસ્ટ્રેલિયાની ટીમ અત્યારે એશિઝ સીરીઝમાં આગળ ચાલી રહી છે. કાંગારૂ ટીમે પ્રથમ બે મેચમાં ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું છે. બન્ને ટીમો વચ્ચે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. જો ઓસ્ટ્રેલિયા આ મેચ જીતી જશે તો સીરીઝ પોતાના નામે કરી લેશે. ગ્લેન મેકગ્રાનાં મતે આ સીરીઝમાં ઈંગ્લેન્ડ તરફથી કોઈ આક્રમકતા જોવા મળી નથી. તેમણે કહ્યું કે, IPL અને BBLને કારણે ખેલાડીઓ એકબીજાની ખૂબ નજીક આવી ગયા છે. આ કારણે ફિલ્ડમાં તેમની બોડી લેંગ્વેજ પર ઘણી અસર થઈ છે. 

આ પણ વાંચો – Cricket / ક્રિકેટ જગતમાં એકવાર ફરી કોરોનાની Entry, અમેરિકા-આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે રદ

IPL અને BBL નાં કારણે આ ખેલાડીઓ એકબીજાને સારી રીતે ઓળખે છે. તમે જોશો કે બેટ્સમેન અને બોલરો એકબીજાની મજાક ઉડાવતા રહે છે. હું મેદાન પર ખેલાડીઓમાંથી તે જુસ્સો અને લાગણી જોવા માંગુ છું. હું ખેલાડીઓ વચ્ચે જોરદાર લડાઈ જોવા માંગુ છું. ઓસ્ટ્રેલિયાની ટીમ આ શકંજાને ઠીલુ છોડશે નહીં. હવે પેટ કમિન્સ પણ વાપસી કરી રહ્યો છે. જેમ્સ એન્ડરસનને જોઈને લાગે છે કે તેની ગતિ ઓછી થઈ ગઈ છે અને બોલ સ્વિંગ નથી થઈ રહ્યો.