Not Set/ ગોવા કોંગ્રેસમાં ગોલમાલનાં ભણકારા, 10 ધારાસભ્યોએ રાજીનામા આપ્યાની ચર્ચા

કર્ણાટકનો રાજકીય ડ્રામા હાલ દેશભરમાં ચર્ચાનો વિષય છે. ત્યારે બળતામાં ઘી હોમાય તેવી ઘટના ગોવાનાં રાજકીય પરિપેક્ષમાં પણ સામે આવી રહી છે. જેમ કર્ણાટકમાં કોંગ્રેસનું અસ્તિત્વ જોખમાયું છે તેવી જ રીતે ગોવામાં પણ કોંગ્રેસ પર રાજકીય સંકત મંડરાયેલું જોવા મળી રહ્યું છે.   કોંગ્રેસ માટે હાલનો સમય કપરા રાજકીય કાળનો ચાલી રહ્યો હોય તેમ ગોવાથી […]

Top Stories India Politics
goa congress ગોવા કોંગ્રેસમાં ગોલમાલનાં ભણકારા, 10 ધારાસભ્યોએ રાજીનામા આપ્યાની ચર્ચા

કર્ણાટકનો રાજકીય ડ્રામા હાલ દેશભરમાં ચર્ચાનો વિષય છે. ત્યારે બળતામાં ઘી હોમાય તેવી ઘટના ગોવાનાં રાજકીય પરિપેક્ષમાં પણ સામે આવી રહી છે. જેમ કર્ણાટકમાં કોંગ્રેસનું અસ્તિત્વ જોખમાયું છે તેવી જ રીતે ગોવામાં પણ કોંગ્રેસ પર રાજકીય સંકત મંડરાયેલું જોવા મળી રહ્યું છે.

 

કોંગ્રેસ માટે હાલનો સમય કપરા રાજકીય કાળનો ચાલી રહ્યો હોય તેમ ગોવાથી પણ ખરાબ સમાચાર આવી રહ્યા છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ ગોવા કોંગ્રેસનાં 15 ધારાસભ્યોમાંથી જેટલા 10 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે.  આ તમામ 10 ધારાસભ્યો ભાજપામાં સામેલ થશે તેની અટકણો વચ્ચે ગોવામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ગોવા કોંગ્રેસ દ્રારા આ મામલે હાલ કોઇ પણ પ્રતિક્રિયા આપવામાં આવી રહી નથી. તો સામે ભાજપા પણ કોઇ સત્તાવાર જાહેરાત કર રહ્યું નથી.

goa congress1 ગોવા કોંગ્રેસમાં ગોલમાલનાં ભણકારા, 10 ધારાસભ્યોએ રાજીનામા આપ્યાની ચર્ચા

ઉલ્લેખનીય છે કે લોકસભા 2019ની ચૂંટણીમાં કોંગ્રેસને નાલેશી ભરેલી હાર સાથે દેશભરમાં મોટો ફટકો પડ્યો હતો. તેની હારની જવાબદારી લેતા અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામુ આપ્યું, જે પછી કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે રાજીનામા આપવાની ફેશન જોવા મળી રહી છે. ત્યારે કર્ણાટકનું કોકડું ગૂંચવાયા બાદ ગોવામાં ગોલમાલનાં ભણકારા કોંગ્રેસ માટે મરણ તોલ સાબિત થઇ શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.