ચકચાર/ ગોધરા ભા.જ.પ.ના ધારાસભ્ય સી.કે.રાઉલજીને જાનથી મારી નાંખવાની ધમકી,ફરીયાદ દાખલ

ગુજરાતમાં કાયદો હાથમાં લેનારા માથાભારે ઈસમો સામે સરકાર સખ્ત હોવાના દાવાઓ વચ્ચે ખુદ ગોધરા ભા.જ.પ.ના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેઓના પુત્રને તમે લોકો અમારા મતોથી જીત્યા છો

Gujarat
raulji ગોધરા ભા.જ.પ.ના ધારાસભ્ય સી.કે.રાઉલજીને જાનથી મારી નાંખવાની ધમકી,ફરીયાદ દાખલ

મોહસીન દાલ, ગોધરા@ મંતવ્ય ન્યૂઝ

ગુજરાતમાં કાયદો હાથમાં લેનારા માથાભારે ઈસમો સામે સરકાર સખ્ત હોવાના દાવાઓ વચ્ચે ખુદ ગોધરા ભા.જ.પ.ના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેઓના પુત્રને તમે લોકો અમારા મતોથી જીત્યા છો અને અમારા કામો નહિ કરો તો અમારા ગામમાંથી પસાર પણ નહીં થવા દઈએ, અને ક્યારેક પતાવી પણ દઈશું એવી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી  ધારાસભ્યના પુત્રએ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં વાવડી ખુર્દના પ્રવિણ ચારણ ઉર્ફે પી.કે.વિરુધ્ધ ફરીયાદ આપતા પોલીસ તંત્ર એક્શનમાં તો આવ્યું જ હશે. પરંતુ ભા.જ.પ.ના ધારાસભ્ય સી.કે.રાઉલજી ને ધમકી આપનારા આ પ્રકરણમાં પડઘાઓ સત્તાધારી ભા.જ.પ.ના ગાંધીનગરમાં પણ ગંભીર નોંધ લેવામાં આવી છે.

ગોધરા ભા.જ.પ.ના ધારાસભ્ય સી.કે.રાઉલજીના પુત્ર માલવદીપસિંહ ઉર્ફે પિન્ટુ રાઉલજીએ ગોધરા તાલુકા પોલીસ મથકમાં આપેલ ફરીયાદમાં જણાવ્યું છે કે, ગોધરા તાલુકાના વાવડી (ખુર્દ) ગામના પ્રવિણ ચારણ ઉર્ફે પી.કે.એ તેઓના મોબાઈલ ફોન ઉપર તમો અમારા મતોથી જીતો છો અને અમે જે કામો કહીએ તે કામો થવા જ જોઈએ નહિતર અમારા ગામમાંથી બહાર પણ નીકળવા નહિ દઈએ અને ક્યારેક પતાવી પણ દઈશું.

એવી ધાકધમકીઓ આપ્યા બાદ ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીના મોબાઈલ ફોન ઉપર આરોપી પ્રવિણ ચારણ ઉર્ફે પી.કે.એ બિભત્સ અપશબ્દો સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની આ ફરીયાદમાં ગોધરા તાલુકા પોલીસ મથકમાં ઈ.પી.કો.૫૦૪, ૫૦૬(૨), ૫૦૭ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

majboor str 17 ગોધરા ભા.જ.પ.ના ધારાસભ્ય સી.કે.રાઉલજીને જાનથી મારી નાંખવાની ધમકી,ફરીયાદ દાખલ