ગોધરા/ ભેજાબાજ ખેડૂતના ખેતરમાંથી મળ્યા ગાંજાના છોડ

શહેરા તાલુકાના જૂની સુરેલીના ભેજાબાજ ખેડૂતના ખેતરમાંથી અંદાઝે કિંમત ૫૪ હજારના ૦૯ ૧૧ ગાંજાના છોડ ઝડપી પાડતા ભારે ચકચાર..!!

Gujarat Uncategorized
hindu 8 7 ભેજાબાજ ખેડૂતના ખેતરમાંથી મળ્યા ગાંજાના છોડ

શહેરા તાલુકાના જૂની સુરેલી ગામના એક ભેજાબાજ ખેડૂતના પુત્ર દ્વારા પોતાના ખેતરના શેઢા ઉપર ગાંજાના છોડનું વાવેતર કર્યુ હોવાની ચોક્કસ બાતમીઓ વચ્ચે ગોધરા એસ.ઓ.જી. શાખાના પી.આઈ. એમ.પી.પંડયાએ હાથ ધરેલા આ સર્ચ ઓપરેશનમાં અંદાઝે ૫૪ હજાર રૂપિયાની કિંમત ધરાવતા લહેરાતા છોડ મળી આવ્યા હતા. આ ખેડૂત પુત્રની નારકોટિક્સ એકટ હેઠળ ધરપકડ કરતા સમગ્ર શહેરા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

શહેરા તાલુકાના જૂની સુરેલી ગામના માતાના ફળિયામાં મોટા તળાવને અડીને સૂર્યાબેન દીપસિંહ ચાવડાની કબ્જા ભોગવટાની માલિકીનું ખેતર મંગળસિંહ સોમાભાઈ પટેલને ગીરો પેટે ખેડવા માટે આપેલું છે. આ જમીનમાં તળાવ બાજુના શેઢાના પાળા ઉપર સૂર્યાબેન ચાવડાના પુત્ર નરેન્દ્રકુમાર ચાવડા નામના ભેજાબાજે ગાંજાના છોડનું વાવેતર કર્યુ હતું.

ચોક્કસ બાતમીના આધારે ગોધરા પોલીસ દ્વારા જૂની સુરેલી ગામના માતાના ફળિયામાં મોટા તળાવને અડીને આવેલા આ ખેતરમાં  તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેતરના શેઢા ઉપરથી ગાંજાના લહેરાતા છોડ મળી આવ્યા હતા. આ ખેતરના માલિક સૂર્યાબેન ચાવડાના ભેજાબાજ પુત્ર નરેન્દ્રકુમારની સ્થળ ઉપર જ ધરપકડ કરીને શહેરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી. આ ખેડૂતપુત્ર સામે એન.ડી.પી.સી. એકટ મુજબ ગુન્હો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

ભરૂચ / પરિક્રમાવાસીઓને નર્મદા નદી પાર કરાવવા પ્રશાસને કરી આવી વ્યવસ્થા

દુ:ખદ / ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ગાંધીનગરના આશાસ્પદ યુવાનનું મોત