Gold/ સોના-ચાંદીના દાગીના ખરીદવા પર આપવું પડશે Pan અને Aadhar? જાણો અહીં

સોનાના દાગીના ખરીદનાર માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. સોનાની ઝવેરાત ખરીદવા માટે તમારે ઓળખ બતાવવી જરુરી છે. તાજેતરમાં, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સોના-ચાંદીના દાગીના ખરીદવા માટે kyc કરવું જરુરી હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે હવે ઓછી રકમના ઘરેણાં ખરીદવા માટે આધારકાર્ડ અને પાનકાર્ડ સાથે કેવાયસી મેળવવું જરૂરી બનશે. આ સમાચાર સોશિયલ […]

Business
kyc gold સોના-ચાંદીના દાગીના ખરીદવા પર આપવું પડશે Pan અને Aadhar? જાણો અહીં

સોનાના દાગીના ખરીદનાર માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. સોનાની ઝવેરાત ખરીદવા માટે તમારે ઓળખ બતાવવી જરુરી છે.

તાજેતરમાં, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સોના-ચાંદીના દાગીના ખરીદવા માટે kyc કરવું જરુરી હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે હવે ઓછી રકમના ઘરેણાં ખરીદવા માટે આધારકાર્ડ અને પાનકાર્ડ સાથે કેવાયસી મેળવવું જરૂરી બનશે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સામાન્ય લોકોમાં હંગામો મચી ગયો હતો. ત્યારબાદ બાદ લોકોના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો આવવા લાગ્યા.

કેવાયસીને ફરજિયાત બનાવી શકાય છે જ્વેલર્સ સમજી રહ્યા છે કે આગામી બજેટમાં દાગીનાની ખરીદી માટે કેવાયસીને ફરજિયાત બનાવી શકાય છે. પીએમએલએમાં સોનાના વેપારને સમાવવામાં આવ્યા હોવાથી જલોવર સતર્ક છે. આ કિસ્સામાં, ભૂલ થાય તો 3-7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આવી સ્થિતિમાં, જ્વેલર્સ હવે 2 લાખથી ઓછા દાગીના ખરીદી કેસમાં કરે છે તો પાન અને આધારની માંગ કરી રહ્યા છે. જેથી તેઓ કોઈપણ જાતનાં વિવાદથી પોતાનું રક્ષણ કરી શકે.

Gold slips Rs 40 to Rs 39,600 on muted demand | Gold Rate Today: सुस्त मांग  के कारण सोना 40 रुपए घटकर हुआ 39,600 रुपए प्रति 10 ग्राम पर बंद - India TV  Hindi News

PIB Fact Checkએ લોકોની મુંજવણને દૂર કરી
પીઆઈબી ફેક્ટ ચેકએ શુક્રવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે મીડિયામાં આવી રહેલા અહેવાલો ભ્રામક છે અને આ સંપૂર્ણ રીતે સાચું નથી. સૂચના મુજબ, જો તમે 10 લાખ રૂપિયાથી વધુના ઘરેણા ખરીદ્યો છો, તો તમારે કેવાયસી લેવું પડશે. 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતના ઘરેણાં ખરીદવા પર કેવાયસીની જરૂર નથી.