Ahmedabad News/ અમદાવાદના માણેકચોકમાં વેપારી પાસેથી 3 કરોડનું સોનુ લઈ જઈને છેતરપિંડી

વેપારીની દુકાનેથી તેમના જ સંબંધીએ સોનુ લઈ જઈ વિશ્વાસઘાત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના માણેકચોકમાં એક વેપારી પાસેથી તેમના જ સંબંધીએ 3 કરોડ રૂપિયાનું સોનુ લઈ જઈને પૈસા કે સોનુ પરત કર્યા ન હતા. જેને પગલે વેપારીએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત મુજબ મેમનગરમાં રહેતા બ્રિજેશભાઈ જે.આડેસરા માણેકચોકમાં ઉત્તમ ચેમ્બર્સમાં બ્રિજેશ કોર્પોરેશન નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે. દરમિયાન 25.12.2023થી જાન્યુઆરી 2024 દરમિયાન બ્રિજેશભાઈની દુકાનેથી તેમના નારણપુરામાં રહેતા સંબંધી દેવાંગ ટી.સોની ટુકડ્ ટુકડે 3 કિલો 200 ગ્રામ સોનુ તેમજ 10 કિલો જેટલા સોનાની આપ-લેના ભાવ ફેર પેટે રૂ.80,00,000 મળીને કુલ રૂ. 3,04,00,000 સોનુ લઈ ગયા હતા.

પરંતુ આરોપી દેવાંગ સોનીએ પૈસા કે સોનુ પરત ન કરીને બ્રિજેશભાઈ સાથે છેતરપિંડી કરી હતી. જેને પગલે બ્રિજેશભાઈએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ

આ પણ વાંચો:અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ

આ પણ વાંચો:અમદાવાદના લાંભા મંદિર પાસે વહેલી સવારે ભીષણ આગ લાગી