Not Set/ ગોલમાલ ફેમ મંજુ સિંહનું નિધન, બોલીવૂડ થયું શોકમગ્ન

હિન્દી સિનેમામાંથી ફરી એક વખત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ હિન્દી ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને અભિનેત્રી મંજુ સિંહનું નિધન થઈ ગયું છે

Entertainment
મંજુ સિંહનું

ટેલિવિઝનના દિગ્ગજ કલાકાર મંજુ સિંહનું બીમારી બાદ નિધન થયું છે. તેમના પરિવારે શનિવારે આ માહિતી આપી હતી. પરિવારે જણાવ્યું કે ગુરુવારે મુંબઈમાં તેમનું નિધન થયું હતું. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું મુંબઈમાં મૃત્યુ થયું હતું. પરિવારે મીડિયાને કહ્યું, “તમને જણાવતાં અમને ખૂબ જ દુઃખ થાય છે કે મંજુ સિંહનું નિધન થયું છે. તે સુંદર અને પ્રેરણાદાયી જીવન જીવતી હતી. ‘મંજુ દીદી’થી ‘મંજુ નાની’ સુધીની તેમની સફરને યાદ કરવામાં આવશે.”

માહિતી અનુસાર, મંજુ સિંહે 1980ના દાયકાની શરૂઆતમાં પ્રથમ પ્રાયોજિત કાર્યક્રમ ‘શો થીમ’થી નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તેમણે રંગીન પ્રસારણના પ્રારંભિક યુગમાં દૂરદર્શન માટે ઘણા યાદગાર ટેલિવિઝન કાર્યક્રમોનું નિર્માણ કર્યું, જેમાં સિરિયલો, બાળકોના શો, આધ્યાત્મિક થી સક્રિયતા અને અન્ય અર્થપૂર્ણ થીમ્સ સામેલ છે.

મંજૂ સિંહે રીશીકેશ મુખર્જીની ફિલ્મ ગોલમાલમાં રત્નાની ભૂમિકા ભજવી હતી. પ્રેમથી દીદીનાં નામે ઓળખાતી મંજૂ બાળકોનાં શો, ખેલ ખિલૌનેનાં એન્કર હતા. તેમણે સ્વરાજ, એક કહાની, શો ટાઇમ વગેરે બનાવીને પોતાની પ્રતિભા દુનિયાની સામે લાવ્યા હતા. તેમણે પોતાના શોઝનાં માધ્યમથી સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર વાત કરવાની પણ કોશિશ કરી હતી.

વર્ષ 2015માં, તેમને રચનાત્મક કલા અને શિક્ષા ક્ષેત્ર માં તેમના યોગદાન માટે માન્યતા મળી હતી અને તેમને ભારત સરકાર દ્વારા કેન્દ્રીય શિક્ષા સલાહકાર બોર્ડઅ સદસ્ય તરીકે નામિત કરવામાં આવ્યા હતા. હાલમાં જ તેઓ બાળકો અને યુવાઓ માટે ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ સાથે જોડાયા હતા.

મંજુ સિંહની કારકિર્દી પર નજર કરીએ તો તેમણે દૂરદર્શન માટે કેટલાક સારા શો કર્યા હતા. આ સિવાય તેમના કામની હંમેશા સારા કન્ટેન્ટના કારણે પ્રશંસા કરવામાં આવી હતી. તેમાં સ્વરાજ, એક કહાની, શો ટાઈમ અને અધિકાર સહિત ઘણી સિરીયલ્સનો સમાવેશ થાય છે. તેઓ બાળકોના શો ‘ખેલ ખિલોના’માં એન્કર તરીકે જોવા મળ્યા હતા. આ શો 7 વર્ષ સુધી ચાલ્યો હતો. તેમણે પોતાના શો દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દાઓ વિશે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પણ વાંચો: યે રિશ્તા ક્યા કહેલાતા ફેમ અભિનેત્રી મોહના કુમારી સિંહ બની માતા, ઘરના આંગણે ગુંજી ઉઠ્યો અવાજ

ગુજરાતનું ગૌરવ