Not Set/ ટેકનોલોજી સાથે તાલ મિલાવીને ગણિતને સરળ બનાવતા ગોંડલના SUPER 6 KIdS

મંજિલે ઉન્હી કો હૈ જીનકી જાન મેં જાહાં હોતી હૈ…. પાંખો સે કુછ નહિ હોતા હોસલો સે ઉડાન હોતી હૈ… આ ઉક્તિને સાર્થક કરી છે ગોંડલના 6 બાળકોએ. કોરોનાકાળમાં સમય ઝડપ થી બદલાઈ ગયો અને ખાસ

Gujarat Trending
g kid 4 ટેકનોલોજી સાથે તાલ મિલાવીને ગણિતને સરળ બનાવતા ગોંડલના SUPER 6 KIdS

વિશ્વાસ ભોજાણી,ગોંડલ @મંતવ્ય ન્યુઝ

મંજિલે ઉન્હી કો હૈ જીનકી જાન મેં જાહાં હોતી હૈ…. પાંખો સે કુછ નહિ હોતા હોસલો સે ઉડાન હોતી હૈ… આ ઉક્તિને સાર્થક કરી છે ગોંડલના 6 બાળકોએ. કોરોનાકાળમાં સમય ઝડપ થી બદલાઈ ગયો અને ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં….જે પેરેન્ટ્સ બાળકોને હમેશા મોબાઈલ અને કોમ્પ્યુટર કે ટેકનોલોજી થી દુર રહેવાની સલાહ આપતા તેમને પણ હવે ઓનલાઇન શિક્ષણ માટે ફરજીયાત રીતે પોતાના બાળકને મોબાઈલ , લેપટોપ ,ટેબ્લેટ કે કોમ્પ્યુટર આપવું જ રહ્યું.

g kid 1 ટેકનોલોજી સાથે તાલ મિલાવીને ગણિતને સરળ બનાવતા ગોંડલના SUPER 6 KIdS

ગોંડલના બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર ના 6 બાળકોએ નાની ઉંમરે પોતાની પ્રતિભા બતાવી ને ઓનલાઈન સોફ્ટવેર પર પોતાની અનોખી સિદ્ધિ હાંસલ કરેલ છે હાલ માં માં ઓનલાઈન સ્ટડી કરતા બાળકોએ અબેકસ મેથડ પર ગજબની પકડ મેળવીને ગણીતને જાણે રમત બનાવી દીધી છે.જેમાં ભૂત ધ્વનિ ભાવેશભાઈ , ગોંડલીયા મુદ્રિકા શૈલેષભાઇ , જગડા પાર્થ ભાવેશભાઈ , જોશી સમર્થ મનીષભાઈ , ધાધલ ધૈર્ય વિનોદભાઈ , અને કાલરીયા સર્વાંગ રાકેશભાઈનો સમાવેશ થાય છે.

g kid 2 ટેકનોલોજી સાથે તાલ મિલાવીને ગણિતને સરળ બનાવતા ગોંડલના SUPER 6 KIdS

આ બાળકો એ 16 મી યુસીમાસ ની સ્ટેટ લેવલ કોમ્પિટિશન માં ભાગ લેવા જઇ રહ્યા છે. ગણિતનો પાયો કહી શકાય એવા સરવાળા બાદબાકી , કે ગુણાકાર , ભાગાકાર , શીખવા તે બાળકો અને માતા પિતા માટે માથાનો દુખાવો થઇ ગયો છે. ત્યારે આ બાળકો એ કૉપ્યુટર કે લેપટોપ પર રેન્ડમ કોઈ પણ નમ્બર જોઈને સીધો જ જવાબ આપી દે છે.

g kid 3 ટેકનોલોજી સાથે તાલ મિલાવીને ગણિતને સરળ બનાવતા ગોંડલના SUPER 6 KIdS

કોઈ પણ દસ આંકડાનો મોબાઈલ નંબર બોલો, અને બોલવાનું પૂરું થાય ત્યાંતો તરત જ આ બાળકો પાસે જવાબ હાજર. સમય ની સાથે બદલાતા ટેકનોલોજી ના પ્રવાહ ના ઓનલાઈન સૉફ્ટવેર પર છેલ્લા 3 મહિના થી આ બધા પ્રેકટીસ કરી રહ્યા છે અને હવે યુસીમાસ ની 16 મી મેન્ટલ એરિથમેટિક ઓનલાઈન સ્ટેટ લેવલ સ્પર્ધા માં ભાગ લઈ અને પોતાની પ્રતિભા સિદ્ધ કરશે.

g kid 5 ટેકનોલોજી સાથે તાલ મિલાવીને ગણિતને સરળ બનાવતા ગોંડલના SUPER 6 KIdS

આ બાળકો ને તૈયાર કરનાર પરફેક્ટ કલાસીસના માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે શિક્ષણ પદ્ધતિમાં સમય સાથે બદલાવ આવ્યો છે. સમયની સાથે તાલમેલ મિલાવીને બાળકોને હવે તૈયાર કરવા જ પડશે. માત્ર ગણિતની દ્રષ્ટિએ ન જોતા કોઈ પણ વિચારે તો ખ્યાલ આવે કે 8 મિનિટ માં 200 દાખલા ગણવા માટે કોઈ પણ બાળકે પોતાની ઝડપ , એકાગ્રતા , લોજિક , નિરીક્ષણ નો પણ ઉપયોગ કરવો પડશે.

g kid6 ટેકનોલોજી સાથે તાલ મિલાવીને ગણિતને સરળ બનાવતા ગોંડલના SUPER 6 KIdS

એવું પણ બનસે કે ભવિષ્યમાં દરેક તબક્કે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં આ બાબતોની દરેક બાળક ને જરૂર પડવાની છે ત્યારે આ બાળકો એ નાની ઉંમરે આ મહારથ મેળવીને લોકોને અચંબિત કરેલ છે, અને સાબિત કર્યું છે કે કોઈ પણ કાર્ય માટે ઉંમર હમેશા એકમાત્ર માપદન્ડ નથી જ. આ પહેલા પણ ગોંડલની માત્ર સાડા 6 વર્ષ ની ધ્વનિ વેકરિયા કમબોડીયા ખાતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ચેમ્પિયન થયેલ અને 2020 માં 11 વર્ષ ના સૌમ્ય એ 1 મિનિટ માં 89 ભાગાકાર કરીને રેકોર્ડ નોંધાવ્યો હતો.

majboor str 23 ટેકનોલોજી સાથે તાલ મિલાવીને ગણિતને સરળ બનાવતા ગોંડલના SUPER 6 KIdS