OMG!/ શ્રીનગર પ્રવાસ જતા પ્રવાસીઓ માટે આવ્યા Good News, હવે ડલ લેક પર ખુલ્યુ…

જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવેલા લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે તેમને શ્રીનગરનાં ડલ લેકમાં હવે પૈસાની સમસ્યા નહીં રહે.

Business
Good

જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવેલા લોકો માટે Good News સામે આવી રહ્યા છે, કારણ કે તેમને શ્રીનગરનાં ડલ લેકમાં હવે પૈસાની સમસ્યા નહીં રહે. દેશની સૌથી મોટી બેંક SBI એ ડલ લેકમાં ATM સ્થાપિત કર્યું છે. આ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે અનુકૂળ સાબિત થશે.

આ પણ વાંચો – હુમલો / પાકિસ્તાનના બલુચિસ્તાનમાં છેલ્લા ત્રણ દિવસમાં આજે બીજો હુમલો, આ ઘટનાથી ચીનની ચિંતા વધતી જોવા મળી

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રવાસીઓ અને સ્થાનિકોની સુવિધા માટે લોકપ્રિય પ્રવાસન સ્થળ પર હાઉસબોટ પર ફ્લોટિંગ એટીએમ ખોલ્યું છે. આ એટીએમ વિસ્તારની લાંબા સમયથી રોકડની જરૂરિયાતો પૂરી કરશે. એસબીઆઈનાં ચેરમેન દિનેશ કુમાર ખારાએ 16 ઓગસ્ટનાં રોજ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રીનગરમાં તાજેતરનાં ઇન્સ્ટોલેશનને ટ્વિટર પર લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જો કે, ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે દૂરસ્થ અને દુર્ગમ વિસ્તારોમાં એસબીઆઈના એટીએમ મોટાભાગે સેવાથી દૂર રહે છે. એક યુઝરે લખ્યું, “નવા એટીએમ હોય તે સારું છે, પરંતુ એટીએમ સેવા બહાર છે, હાલમાં રોકડ વહેંચવામાં અસમર્થ છે, અસ્થાયી રૂપે ઉપલબ્ધ નથી અથવા સસ્પેન્ડ છે. આ સંદેશો ઘૃણાસ્પદ છે. શું @TheOfficialSBI એક દિવસ માટે SBI એટીએમ આઉટલેટ્સ પર રોકડ ભરી શકે છે? શું તમે ભરી શકો છો? ” બીજાએ લખ્યું કે ખૂબ સારું. આ કાશ્મીર આવતા પ્રવાસીઓને આકર્ષિત કરશે અને તેમની રોકડની માંગ પૂરી કરશે.

1 236 શ્રીનગર પ્રવાસ જતા પ્રવાસીઓ માટે આવ્યા Good News, હવે ડલ લેક પર ખુલ્યુ...

આ પણ વાંચો – Covid-19 /  રાજ્યમાંથી હવે કોરોના બસ ગયો જ સમજો, છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયુ એક પણ મોત

બેંકની વેબસાઇટ અનુસાર, ભારતમાં 60,000 થી વધુ SBI ATM છે, જે દેશનું સૌથી મોટું નેટવર્ક છે. અહેવાલ મુજબ, એસબીઆઈની હાલમાં દેશમાં 22,224 શાખાઓ છે અને 71,705 બીસી આઉટલેટ્સ સાથે કુલ 63,906 એટીએમ/સીડીએમ છે.