Not Set/ શ્રેયા ઘોષાલે આપ્યા ગુડ ન્યુઝ, દિકરાને આપ્યો જન્મ

ગુડ ન્યુઝ આપ્યા શ્રેયા ઘોષાલે દિકરાને આપ્યાે જન્મ

Entertainment
shreya શ્રેયા ઘોષાલે આપ્યા ગુડ ન્યુઝ, દિકરાને આપ્યો જન્મ

બોલીવુડની સિંગર શ્રેયા ઘોષાલ માતા બની ગઇ છે તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ફ્રેન્ડર્સને આ સારા સમાચાર આપ્યા હતા.તેમણે આ ખુશખબરના સમાચાર સોશિયલ મીડિયા પર આવતાં બધા ફ્રેન્ડર્સે આર્શીવાદ આપ્યા હતાં અને આભાર વ્યક્ત કર્યો હતો. આ પોસ્ટને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને શ્રેયાને લોકો અભિનંદન આપી રહ્યા છે.

શ્રેયાએ સોશિયલ મીડિયા પોસ્ટ પર બધાનો આભાર માન્યો હતો.તેમણે પોસ્ટમાં લખ્યું કે ભગવાને મને આજે બપોરના સમયે દિકરા સ્વરૂપે આર્શીવાદ અર્પણ કર્યો છે.આ એક ઇમોશનલ ફિલિગ છે. એવું પહેલા ક્યારે મહેસૂસ થયું નથી. શિલાદિત્ય અને અમારો પરિવાર આ ખુશીને સેલિબ્રેટ કરી રહ્યા છે. તમામનો હુ દિલથી આભાર માનું છુ કે તમે આશીર્વાદ આપ્યા છે.શ્રેયાએ પહેલા જ પોતાના બાળકનું નામ શેર કર્યો હતો .દિકરાનું નામ શ્રેયાદિત્ય છે.

ઉલ્લેખનીય છે કે શ્રેયા ઘોષાલ એક બોલીવુડની જાણીતી ગાયિકા છે તેમણે અનેક ગીતો ગાયાં છે અને પોતાના જાદુઇ અવાજથી અનેક દિલોની ધડકન બન્યાં છે.