સુરેન્દ્રનગર/  એમ.યુ.શેઠ સ્કુલ વઢવાણ ખાતે ગુડ ટચ બેડ ટચ અને સાઈબર સેફટીનો યોજાયો કાર્યક્રમ

સુરેન્દ્રનગર મહિલા અને બાળ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મહિલા અને બાળ અધિકારીની કચેરીના બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા એમ.યુ.શેઠ સ્કુલ વઢવાણ ખાતે ગુડ ટચ બેડ ટચ અને સાઇબર સેફટી અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Gujarat
8 23  એમ.યુ.શેઠ સ્કુલ વઢવાણ ખાતે ગુડ ટચ બેડ ટચ અને સાઈબર સેફટીનો યોજાયો કાર્યક્રમ

સુરેન્દ્રનગર મહિલા અને બાળ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મહિલા અને બાળ અધિકારીની કચેરીના બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા એમ.યુ.શેઠ સ્કુલ વઢવાણ ખાતે ગુડ ટચ બેડ ટચ અને સાઇબર સેફટી અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહિલા બાળ અધિકારી શૈલેશભાઇ અંબારીયા દ્વારા શાળાની કિશોરીઓને જીવન કુશળતા, એનીમીયા, સાઇબર સેફ્ટી અંગેની માહિતી આપવામા આવી હતી.

જ્યારે વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક રચનાબેન રાવલ દ્વારા ગુડ ટચ બેડ ટચ અને મેસ્ટ્રુલ હાઇજીન તથા કિશોરીઓને ભવિષ્યમાં ધ્યાન રાખવાની બાબત અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા કલ્યાણ અધિકારી જલ્પાબેન ચંદેશરા દ્વારા યોજનાકીય જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મહિલા બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસર શૈલેષભાઇ જેસડીયા, શાળાના આચાર્યશ્રી  ભૈરવીબેન દવે તથા શિક્ષકગણ સહિત વિદ્યાર્થિનીઓ હાજર રહ્યા હતા.