Google Doodle/ કોરોનાકાળમાં લોકોને જાગૃત કરવા Google એ બનાવ્યુ નવુ Doodle, આપ્યો આ સંદેશ

દેશમાં ફરી એકવાર કોરોના બેકાબૂ થઇ ગયો છે. ભારતમાં કોરોના દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. જેને જોતા, ગૂગલે ફરી એકવાર ગૂગલ ડૂડલનો સહારો લીધો છે….

Tech & Auto
1 102 કોરોનાકાળમાં લોકોને જાગૃત કરવા Google એ બનાવ્યુ નવુ Doodle, આપ્યો આ સંદેશ

દેશમાં ફરી એકવાર કોરોના બેકાબૂ થઇ ગયો છે. ભારતમાં કોરોના દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. જેને જોતા, ગૂગલે ફરી એકવાર ગૂગલ ડૂડલનો સહારો લીધો છે જેથી લોકોને કોરોના પર જાગૃત કરવામાં આવે. ગૂગલે ‘માસ્ક લગાવો, જીવન બચાઓ’ ડૂડલને ફરીથી લોંચ કર્યું છે. ગત વર્ષે પણ ગૂગલે કોરોના પર ડૂડલ બનાવ્યું હતું.

Technology / આ ફોન એટલો લોકપ્રિય બન્યો કે માત્ર 1 મિનિટમાં આઉટ ઓફ સ્ટોક થઇ ગયો, 1340 કરોડનું થયું વેચાણ

આપને જણાવી દઇએ કે, સમય સમય પર, ગૂગલ લોકોને સંદેશા આપવા અને એક મોટા વ્યક્તિત્વને યાદ રાખવા માટે ડૂડલ્સ બનાવે છે. ગૂગલનું લેટેસ્ટ ડૂડલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. જેના કારણે ગૂગલે ડૂડલ બનાવ્યું છે અને લોકોને કોરોનાને હરાવવા માસ્ક લગાવવા કહ્યું છે. આ ડૂડલમાં ગૂગલનાં તમામ શબ્દો એક બીજાથી અંતર બનાવતા જોવા મળે છે. જેવુ તમે તેના પર ક્લિક કરો છો, કોરોના વાયરસને રોકવા અને અટકાવવાનાં પગલાં જણાવવામાં આવ્યા છે. તે કહે છે કે ફેસ કવર પહેરો, સતત તમારા હાથ ધોઈ લો અને સોશિયલ ડિસ્ટન્સ રાખો. જ્યારે તમને ખાંસી આવે છે અથવા છીંક આવે છે, ત્યારે તમારા કોણીથી તમારા નાક અને મોંને સારી રીતે ઢાંકી દો. આ સાથે, જો તમે અસ્વસ્થતા અનુભવતા હોવ તો બહાર ન નિકળો.

Technology / ભાડે રહેતા લોકો માટે આ AC ખરીદવું ખૂબ જ સહેલું, ગમે ત્યાં લઇ જઇ શકો તેવી સુવિધા..

અગાઉ, ગૂગલે કોરોના વોરિયર્સનો આભાર માનવા માટે એક ડૂડલ બનાવ્યું હતું. ગૂગલે પોતાના ડૂડલમાં ડોકટરો, નર્સો, ડિલિવરી સ્ટાફ, ખેડૂતો જેવી ઇમરજન્સી સેવાઓમાં રોકાયેલા કર્મચારીઓનો આભાર માન્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ