જન્મદિવસ/ ભારતની પ્રથમ મહિલા પાયલોટની યાદમાં Google એ બનાવ્યું Doodle

આજે Google એ ભારતની પ્રથમ મહિલા પાયલોટ, ડિઝાઇનર અને ઉદ્યોગસાહસિક સરલા ઠકરાલનો 107 મો જન્મદિવસ ઉજવી રહી છે. વૃંદા ઝવેરીએ તેમની શ્રદ્ધાંજલિ આપતા આ Doodle બનાવ્યું છે.

Tech & Auto
Google

8 ઓગસ્ટે ભારતની પ્રથમ મહિલા પાયલોટ સરલા ઠકરાલનાં 107 માં જન્મદિવસ પર Google એ ખાસ Doodle બનાવ્યું છે. ખાસ વાત એ છે કે, આ Doodle માં એક મહિલાને દર્શાવવામાં આવી છે, જે વિમાન ઉડાવી રહી છે. Doodle પર ક્લિક કરીને, તમે સરલા ઠકરાલને લગતી તમામ માહિતી મેળવી શકો છો. આ Doodle મહેમાન કલાકાર વૃંદા ઝવેરીએ ડિઝાઇન કર્યું છે.

Google

આ પણ વાંચો – XUV700 SUV ભેટ / ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને XUV700 SUVની ભેટ, આનંદ મહિન્દ્રાએ કરી જાહેરાત 

Internet Search Engine Google ભારતનાં પ્રથમ મહિલા પાયલોટ સરલા ઠકરાલને તેમના 107 માં જન્મદિવસે મોહક Doodle સાથે યાદ કર્યા છે. મહેમાન કલાકાર વૃંદા ઝવેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા Doodle માં એક મહિલા વિમાન ઉડાવતી દર્શાવવામાં આવી છે. આ Doodle પર ક્લિક કરીને, યુઝર્સ સરલા ઠકરાલ સંબંધિત તમામ માહિતી મેળવી શકે છે. સરલા ઠકરાલે 21 વર્ષની ઉંમરે એકલા હાથે વિમાન ઉડાવીને ભારતીય મહિલાઓની સિદ્ધિઓમાં એક સીમાચિહ્ન ઉમેર્યું હતું. આ સિદ્ધિની ઉજવણી માટે ગૂગલે ખાસ ડૂડલ તૈયાર કર્યું છે.

11 178 ભારતની પ્રથમ મહિલા પાયલોટની યાદમાં Google એ બનાવ્યું Doodle

આ પણ વાંચો – Mission Mars / મંગળ પર જીવનના ચિહ્નો શોધવાના NASAના પર્સિવરેન્સ દ્વારા પ્રારંભિક પ્રયાસો નિષ્ફળ,પરંતુ મળી આવ્યું કંઈક આવું

એક ઉદ્યોગસાહસિક અને ડિઝાઇનર રહી ચુકેલા સરલા ઠકરાલ, નો જન્મ 8 ઓગસ્ટ 1914 નાં રોજ બ્રિટીશ શાસન દરમ્યાન દિલ્હીમાં થયો હતો. બાદમાં તે હાલનાં પાકિસ્તાનમાં લાહોર રહેવા ગયા હતા. તેમના પતિ એરમિલ પાયલટથી પ્રેરિત થઈને તેમણે પાયલોટ બનવાનું નક્કી કર્યું અને તેમના પગલે ચાલીને તાલીમ લીધી હતી. 21 વર્ષની ઉંમરે, તેણીએ પરંપરાગત સાડી પહેરીને પ્રથમ સોલો ફ્લાઇટ માટે નાના બે પાંખવાળા વિમાનનાં કોકપીટમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ભારતમાં નવો ઇતિહાસ રચ્યો. તે સમયે અખબારોમાં લખવામાં આવતું હતું કે હવે આકાશ માત્ર પુરુષો માટે નથી.