Not Set/ હાઈકોર્ટમાં ગૂગલે કહ્યુ- આ માત્ર સર્ચ એન્જિન, નવા IT નિયમ તેના પર લાગુ નહી થાય

ભારતનાં નવા આઈટી નિયમો અંગે ગૂગલે એક મોટો દાવો કર્યો છે. ગૂગલનું કહેવુ છે કે, આ નિયમો તેમના સર્ચ પર લાગુ પડતા નથી.

World
1 80 હાઈકોર્ટમાં ગૂગલે કહ્યુ- આ માત્ર સર્ચ એન્જિન, નવા IT નિયમ તેના પર લાગુ નહી થાય

ભારતનાં નવા આઈટી નિયમો અંગે ગૂગલે એક મોટો દાવો કર્યો છે. ગૂગલનું કહેવુ છે કે, આ નિયમો તેમના સર્ચ પર લાગુ પડતા નથી. નવા આઇટી નિયમો અંગે, ગૂગલ એલએલસી એ દાવો કર્યો છે કે ડિજિટલ મીડિયા માટેનાં નવા ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં નિયમો તેમના સર્ચ એન્જિન પર લાગુ પડતા નથી.

1 82 હાઈકોર્ટમાં ગૂગલે કહ્યુ- આ માત્ર સર્ચ એન્જિન, નવા IT નિયમ તેના પર લાગુ નહી થાય

સોશિયલ મીડિયા / આખરે ટ્વિટરને સરકાર સામે નમવુ પડ્યું, નવા આઈટી નિયમોનું કરવુ પડશે પાલન

ગૂગલે બુધવારે દિલ્હી હાઈકોર્ટને વિનંતી કરી છે કે, તે સિંગલ ન્યાયાધીશનાં આદેશને સાઇડમાં રાખે, જેમા કંપનીઓને પોતાના પ્લેટફોર્મ પરથી વાંધાજનક કન્ટેન્ટ કાઢવાનું કહેવામા આવ્યુ છે, જે તેમના પર પણ લાગુ કરવામાં આવ્યુ હતુ. આપને જણાવી દઇએ કે, આ કેસની સુનાવણી દરમિયાન, એક મહિલાની કેટલીક તસવીરો પોર્ન વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી, જે પછી કોર્ટે આ તસવીરોને www પરથી એટલે કે વર્લ્ડ વાઇડ વેબ પરથી સંપૂર્ણ રીતે હટાવવાનો આદેશ આપવામાં આપ્યો હતો, પરંતુ તે આદેશનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું નથી. આ મામલાની સુનાવણી પછી, ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ અને ન્યાયમૂર્તિ જ્યોતિ સિંહની ખંડપીઠે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાની સાથે-સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટીસ ફટકારી હતી. કોર્ટે 25 જુલાઈ સુધીમાં ગૂગલને જવાબ આપવા જણાવ્યુ છે.

1 81 હાઈકોર્ટમાં ગૂગલે કહ્યુ- આ માત્ર સર્ચ એન્જિન, નવા IT નિયમ તેના પર લાગુ નહી થાય

એલર્ટ / Paytm યૂઝર્સ સાવધાન, કેશબેકનાં ચક્કરમાં ખાલી થઇ શકે છે તમારું એકાઉન્ટ

આ સાથે જ ગૂગલે કહ્યું છે કે, 20 એપ્રિલનાં રોજ કરેલા ઓર્ડરમાં ડિવિઝન બેંચે તેમને ભારતનાં નવા આઇટી નિયમો અનુસાર ખોટી રજૂઆત કરી છે. ગૂગલે પોતાની અરજીમાં જણાવ્યું છે કે સિંગલ ન્યાયાધીશે અરજદાર સર્ચ એન્જિન પર નવા નિયમો 2021 ને ખોટી રીતે લાગુ કર્યા છે.

kalmukho str 1 હાઈકોર્ટમાં ગૂગલે કહ્યુ- આ માત્ર સર્ચ એન્જિન, નવા IT નિયમ તેના પર લાગુ નહી થાય