Not Set/ સિંગાપુરમાં ટ્રમ્પ અને કીમ જોંગ-ઉનની સુરક્ષા કરશે ગોરખા જવાન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ-ઉન પર આખી દુનિયાની નજરો મંડાયેલી છે. એકસમય હતો જયારે બંને નેતાઓ એકબીજાને આંખો દેખાડતા હતા, હવે ખુબ જ જલ્દી, 12મી જુને એકબીજાની સામ-સામે બેસશે. આ ઐતિહાસિક મુલાકાત માટે જોર-શોરથી તૈયારીઓ થઇ રહી છે, જેનો મુખ્ય મુદ્દો આ બંને નેતાઓની સુરક્ષાનો છે. ટ્રમ્પ અને કીમની સુરક્ષા  […]

Top Stories
trump kim jong1 સિંગાપુરમાં ટ્રમ્પ અને કીમ જોંગ-ઉનની સુરક્ષા કરશે ગોરખા જવાન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ-ઉન પર આખી દુનિયાની નજરો મંડાયેલી છે. એકસમય હતો જયારે બંને નેતાઓ એકબીજાને આંખો દેખાડતા હતા, હવે ખુબ જ જલ્દી, 12મી જુને એકબીજાની સામ-સામે બેસશે.

ઐતિહાસિક મુલાકાત માટે જોર-શોરથી તૈયારીઓ થઇ રહી છે, જેનો મુખ્ય મુદ્દો આ બંને નેતાઓની સુરક્ષાનો છે.

ટ્રમ્પ અને કીમની સુરક્ષા  માટે સિંગાપુર પોલીસેની સાથે પોતાની હિંમત અને દિલેરી માટે જાણીતી ગોરખા ટુકડી પણ તૈનાત કરવામાં આવશે.

180309115434 03 trump kim jong un split large 169 સિંગાપુરમાં ટ્રમ્પ અને કીમ જોંગ-ઉનની સુરક્ષા કરશે ગોરખા જવાન

 

બંને નેતાઓ પોતાની સુરક્ષા ટીમ પણ લઈને આવશે. પરંતુ સિંગાપુર પોલીસમાં ગોરખા જવાનો પણ શામેલ હશે જેઓ બેઠકની જગ્યા, રસ્તાઓ તથા હોટેલની સુરક્ષા કરશે.

સિંગાપુરમાં ગોરખા જવાનોની સંખ્યા વધારે નથી પરંતુ ખાસ મૌકા માટે આ ટુકડીને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવે છે. હાલમાંજ શાંગ્રી-લાં હોટેલમાં સુરક્ષા મુદ્દે થયેલી બેઠકમાં પણ ગોરખા જવાન તૈનાત કરવામાં આવ્યા હતા.

સિંગાપુર પોલીસમાં ગોરખાઓને નેપાળના પહાડી વિસ્તારમાંથી ભર્તી કરવામાં આવ્યા છે. તેમની પાસે ઘણાં આધુનિક હથિયારો છે, જોકે તેમનું પારંપરિક અને પસંદનું હથિયાર ખુખરી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જયારે ખુખરી કાઢવામાં આવે છે, ત્યારે લોહી વહે જ છે.

સિંગાપુર સુરક્ષા બળોના વિશેષજ્ઞ ટીમ હકસલીએ જણાવ્યું કે ગોરખાઓ ખુબ મહત્વપૂર્ણ અને આગળ રહેવા વાળા સુરક્ષા દળો છે. આ પ્રકારના કાર્યક્રમમાં આવાજ વિશેષ ઓપરેશનમાં મહારતની જરૂર હોઈ છે, જેમાં ગોરખાઓને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે.

જોકે, સિંગાપુર પોલીસે ગોરખાઓને તૈનાત કરવા બાબતે કોઈ ટીપ્પણી કરી નથી. સિંગાપુર પોલીસમાં 1800 ગોરખા જવાન છે જે છ અર્ધ-સૈનિક કંપનીઓના હિસ્સા છે. સિંગાપુર પોલીસની વેબસાઈટ પર ગોરખાઓને સખ્ત, સતર્ક અને દ્દઢ કહેવામાં આવ્યા છે.

Gorkha સિંગાપુરમાં ટ્રમ્પ અને કીમ જોંગ-ઉનની સુરક્ષા કરશે ગોરખા જવાન

સિંગાપુરમાં ગોરખા જવાનોની નિયુક્તિ બ્રિટીશ પરંપરા સાથે જોડાયેલી છે, જેમાં 200થી વધુ વર્ષો સુધી સૈનિકોની કુલીન રેજીમેન્ટ માટે નેપાળથી ભર્તી કરવામાં આવી હતી.

ગોરખા સૈનિકોનો પશ્ચિમ સાથે પહેલો સંપર્ક 19મી સદીમાં થયો જયારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નેપાળ સાથે લડાઈ લડી હતી. આ લડાઈમાં અંગ્રેજોની જીત થઇ હતી, પરંતુ અંગ્રેજો ગોરખા જવાનોની બહાદુરી અને યુદ્ધ ક્ષમતાથી ઘણાં પ્રભાવિત થયા હતા. ત્યારબાદ અંગ્રેજોએ બ્રિટીશ સેનામાં આમની ભર્તી શરુ કરી હતી. હાલ ગોરખા બ્રિટીશ, ભારતીય, નેપાળી સેનામાં સેવા આપી રહ્યા છે. તેઓ બ્રુનેઇ અને સિંગાપુરના સુરક્ષા દળનો પણ હિસ્સો રહ્યા છે.

singapore001rh9 સિંગાપુરમાં ટ્રમ્પ અને કીમ જોંગ-ઉનની સુરક્ષા કરશે ગોરખા જવાન

ગોરખા જવાનો સિંગાપુરમાં પરિવાર સાથે  સુરક્ષિત મૌંટ વેરનોન  કેમ્પમાં રહે છે. આ ક્ષેત્રમાં સિંગાપુરના સામાન્ય લોકો પ્રવેશ નથી કરી શકતા. ગોરખા જવાનો અને એમના પરિવારોને સખ્ત નિયમો સાથે રહેવું પડે છે. એમના બાળકો સ્થાનિક સ્કુલમાં ભણે છે. એમને સ્થાનિક મહિલાઓથી લગ્ન કરવાની અનુમતિ નથી હોતી.

અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને કીમ જોંગ-ઉનની મુલાકાત માટેની તૈયારીઓ સારી રીતે ચાલી રહી છે. જોકે બંને ક્યાં મળવાના છે એ હજુ જણાવવામાં આવ્યું નથી. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાતની ચર્ચા પાછલા કેટલાક મહિનાઓથી થઇ રહી છે. મે માં ડોનાલ્ડ ટ્રમ્પએ આ બેઠક રદ્દ કરી નાખી હતી પરંતુ ફરીથી બેઠકને લીલી ઝંડી આપવામાં આવી હતી.