ગુજરાત/ સરકારી અમલદારો દિવાળીની ગિફ્ટ નહીં લઇ શકે, એસીબીના રડારમાં આવી શકે છે

દિવાળીના તહેવારોમાં સચિવાલયમાં મંત્રીઓ અને અધિકારીઓને શુભેચ્છા આપવા આવતા કોર્પેારેટ પ્રતિનિધિઓ, વેપારીઓ તેમજ મુલાકાતીઓ માત્ર ગુલદસ્તો આપી શકશે.

Gujarat
Untitled 466 સરકારી અમલદારો દિવાળીની ગિફ્ટ નહીં લઇ શકે, એસીબીના રડારમાં આવી શકે છે

સરકારી નોકરીમાં દાખલ થતાં અધિકારી કે કર્મચારી બિન સરકારી વ્યકિત કે સંસ્થા તરફથી ગિટ કે પ્રલોભન સ્વિકારી શકતો નથી તેવો નિયમ બનાવવામાં આવેલો હોવા છતાં સચિવાલય અને જિલ્લાની કચેરીઓમાં ગિટ કે પ્રલોભનોની વણઝાર શ થાય છે પરંતુ આ વખતે એન્ટી કરપ્શન બ્યુરો એ સકંજો કસ્યો છે. ગિટ કે પ્રલોભન સ્વિકારતા અધિકારી અને કર્ચચારીઓ રડારમાં આવી શકે છે.

આ પણ વાંચો ;જમ્મુ કાશ્મીર / સ્ટેજ પર પહોંચતાની સાથે જ અમિત શાહે પહેલા બુલેટ પ્રુફ ગ્લાસ હટાવ્યો, પછી કર્યું સંબોધન

દિવાળીના તહેવારોમાં સચિવાલયમાં મંત્રીઓ અને અધિકારીઓને શુભેચ્છા આપવા આવતા કોર્પેારેટ પ્રતિનિધિઓ, વેપારીઓ તેમજ મુલાકાતીઓ માત્ર ગુલદસ્તો આપી શકશે. જો કોઇ પ્રતિનિધિ કે મુલાકાતી ગિટ આપતા હશે તો જે તે અધિકારી કે કર્મચારી એન્ટી કરપ્શન બ્યુરોની ઝપટમાં આવી શકે છે. જિલ્લાની કચેરીઓમાં સામાન્ય રીતે કામ કરાવવા આવતા કોર્પેારેટ તેમજ વેપારી પ્રતિનિધિઓ શુભેચ્છાના બહાને અધિકારી કે કર્મચારીને પિયા ભરેલા કવર કે સોના–ચાંદીના દાગીના આપતા હોય છે.

આ પણ વાંચો ;ભાવનગર / બ્લેક્બગ એટલે કે કાળીયારનાં ઝૂંડ પ્રવાસીઓને કરે છે આકર્ષિત

ભ્રષ્ટ્રાચારને નિયંત્રણમાં લેવા માટે રાય સરકારે એન્ટી કરપ્શન બ્યુરોને વિશાળ સત્તા આપી હોવાથી પ્રતિદિન સરેરાશ લાંચ લેવાના બે કેસ પકડાઇ રહ્યાં છે ત્યારે દિવાળીના તહેવારોમાં આર્થિક પ્રલોભનો પર બ્યુરોના અધિકારીઓની નજર છે. માત્ર સચિવાલય જ નહીં, જિલ્લની કલેકટર તેમજ પંચાયતની કચેરીઓમાં પણ વોચ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.