Not Set/ ગુજરાતમાં સરકારી શાળાઓને લાગ્યાં તાળા, 4 વર્ષમાં 1775 શાળા બંધ

સરકારી શાળામાં સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને વાલી શાળા ત્યજી દેવાનો આગ્રહ રહેતાં સરકારી સ્કુલોને તાળાં લાગે એ સ્થિતિનું નિર્માણ થયું છે.

Top Stories Gujarat Others
શિક્ષણનીતિ ગુજરાતમાં સરકારી શાળાઓને લાગ્યાં તાળા, 4 વર્ષમાં 1775 શાળા બંધ

કેન્દ્રસરકારે નવી શિક્ષણનીતિ નો અમલ કરવાની દિશામાં કવાયત હાથ ધરી છે. નવી શિક્ષણનીતિ ના ભાગરૂપે વિદ્યાર્થીઓને સરકારી શાળા છતાં અત્યાધુનિક સુવિધા વિદ્યાર્થોઓના હિતમાં પ્રાપ્ય બનાવવાનો નિર્ણય કર્યો છે. સરકારી શાળામને સ્માર્ટસ્કુલ બનાવવાનો નિર્ણય કેન્દ્રએ કર્યો છે. જેનાભાગરૂપે સ્માર્ટ ક્લાસ, વિદ્યાર્થોઓને બેસવા આકર્ષક બેંચ, રમવાના રમકડાં અને અત્યાધુનિક સાધનો સાથેની વિજ્ઞાન લેબોરેટરી સહિતની સુવિધા પ્રાપ્ય બનાવી વધુ ને વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરવા પ્રેરાય એ મુજબનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. બીજીબાજુ સરકારી શાળામાં સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને વાલી શાળા ત્યજી દેવાનો આગ્રહ રહેતાં સરકારી સ્કુલોને તાળાં લાગે એ સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં આવેલી સરકારી શાળા પૈકી 1700 કરતાં વધુ સરકારી શાળાને તાળા લાગી ગયાં છે. સરકાર અને વહીવટીતંત્રને ગુજરાતી માધ્યમની જ શાળાઓ વધુ બંધ કરવાની નોબત આવી છે. રાજ્યમાં 11775 બંધ શાળા પૈકી 1600 કરતા વધુ અમદાવાદની શાળા બંધ કરવાની નોબત આવી છે. જેમાં પણ ગુજરાતી માધ્યમની શાળા વધુ હોવાનું તારણ સામે આવ્યું છે.

  • ગુજરાતી માધ્યમની સૌથી વધુ શાળાઓ બંધ
  • સરકારી શાળાને પ્રોત્સાહન આપવા સરકાર ઉત્સુક
  • રાજ્યમાં અપનાવાયો છે સ્માર્ટ સરકારી શાળા અભિગમ
  • બીજી તરફ શાળા બંધ થતાં સરકાર ચિંતિત

ગુજરાતમાં એક બાજુ સરકારી શાળા તરફ વાલીને આકર્ષવાના પ્રયાસ રાજ્યસરકાર તરફથી કરવામાં આવ્યા છે. સરકારે પણ સ્માર્ટ સરકારી શાળાનો અભિગમ અપનાવી શાળામાં અત્યાધુનિક સુવિધા સાથેની સરકારી શાળા બનાવવા કવાયત હાથ ધરી છે. તો બીજીબાજુ જોઇએ તો વિદ્યાર્થોઓની સંખ્યાના અભાવે સરકારી શાળાને તાળાં લાગે એવી સ્થિતિ સર્જાઇ છે. ગુજરાતમાં ચાર વર્ષની તુલનામાં 1775 સરકારી શાળાને તાળાં લાગ્યા છે.

જો કે સરકારના સ્કુલ ઓફ એકસેલન્સ અભિગમના અમલના કારણે વધુ ને વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે એ અઁગે સરકારનો પ્રથમ અભિગમ રહેલો છે. પરંતુ હાલની સ્થિતિએ 4 વર્ષમાં 1775 શાળાને તાળાં લાગ્યા છે, એ અંગે સરકાર ચિંતિત છે. પરિણામે પ્રાથમિક શાળામાં વધુ નેવધુ સુવિધા પ્રાપ્ય કરી અત્યાધુનિક સુવિધા સાથેની મોડેલ સ્કુલ ઓફ એક્સેલન્સ બનાવવાની દિશામાં સરકારે કવાયત હાથ ધરી છે. હવે સરકારના આ પ્રયાસને કેટલો પ્રતિસાદ મળશે તે જોવું રહેશે.