શાળા ખુલશે કે નહિ ?/ રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય અંગે સરકારે લીધો મોટો નિર્ણય, જાણો શું કહ્યું..?

રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય અંગે સરકારે લીધો મોટો નિર્ણય, જાણો શું કહ્યું..?

Top Stories Gujarat Others
cm રૂપાણી 9 રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય અંગે સરકારે લીધો મોટો નિર્ણય, જાણો શું કહ્યું..?

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ચાલી રહેલા ઓફ લાઈન શિક્ષણ કાર્યને લઇ ભારે સવાલો ઉભા થયા હતા. ત્યારે ઓફ લાઈન શિક્ષણ કાર્ય અંગે મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં બેઠક કરી યોજાઈ હતી. જેમાં સરકારે આજે મોટો નિર્ણય લીધો છે.

રાજ્યમાં ૧૦મી એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ૮ મહાનગરપાલિકા માં આવેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યો છે. અન્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક શિક્ષણ ચાલુ રહેશે જયારે  કાલથી શરૂ થનારી ઓફલાઈન પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. 8 મનપા સિવાયના વિસ્તારમાં તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં આવનાર વિધાર્થીઓ માટે શિક્ષણ ચાલુ રહેશે

કોલેજ અને યુનિવર્સિટી માટે 10 એપ્રિલ સુધી નિર્ધારિત કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઇન કરવામાં આવશે. યુનિ ની હોસ્ટેલ ચાલુ રહેશે. પ્રેક્ટિકલ પરિક્ષા ચાલુ રહેશે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિને આ નિયમ લાગુ થશે. 10 એપ્રિલ બાદ જે તે યુનિવર્સિટી નવું સમયપત્રક બહાર પાડશે.

શાળા-કોલેજની પરીક્ષા પાછી ઠેલાશે. 
જાહેર થયેલ પરીક્ષાઓ અંગે રાજ્ય સરકારે  મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં જાહેર થયેલી પરિક્ષાઓ પાછળ ઠેલાશે. માર્ચને બદલે હવે એપ્રિલમાં પરીક્ષા લેવામાં આવશે.

રાજ્યની કોલેજ અને યુનિવર્સિટીઝ માટે જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા એ જણાવ્યું હતું કે,  તા.૧૯ માર્ચ-ર૦ર૧ શુક્રવારથી તા.૧૦ એપ્રિલ સુધી નિર્ધારીત સ્નાતક-ગ્રેજ્યુએટ કક્ષાની ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓ અંગે નવેસરથી સમયપત્રક યુનિવર્સિટીઓ જાહેર કરશે.

તા.૧૦ એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઇન અપાશે. યુનિવર્સિટીની હોસ્ટેલ ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓ તેમના હોસ્ટેલ રૂમમાં રહીને શિક્ષણ મેળવી શકશે. રાજ્યની યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક-પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષાઓ, ઓફલાઇન કલાસીસ તથા પી.જી.ના તમામ પ્રેકટીકલ ચાલુ રહેશે. આ નિર્ણય રાજ્યની તમામ જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓ માટે લાગુ પડશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના કેસમાં રોકેટ ગતિનો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં નોધાતા દૈનિક કેસની સંખ્યા ફરીએકવાર 1000 ઉપર પહોચી ચુકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં વકરેલા કોરોના કેસની સિદ્ધી અસર શાળા ના વિધાર્થી અને શિક્ષકો ઉપર પડી રહી હતી. અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને શિક્ષકો કોરોનાનો શિકાર બન્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…