Gandhinagar News/ કોન્ટ્રાક્ટ પરની ભરતી રદ નહીં થાય, કાયમી ભરતીના સમાચારમાં તથ્ય નથીઃ સરકાર

સીએમ ભુપેન્દ્ર પટેલે કેબિનેટ સચિવને આદેશ આપ્યો છે કે વર્ગ ત્રણ અને વર્ગ ચારની ભરતી કોન્ટ્રાક્ટના ધોરણે નહીં પણ કાયમી ધોરણે કરવામાં આવે. આમ રાજ્ય સરકારમાં હવે વર્ગ ત્રણ અને વર્ગ-4ના કર્મચારીઓની ભરતી કાયમી ધોરણે કરાશે. કોન્ટ્રાક્ટના ધોરણે નહીં કરાય.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News:  સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થયા હતા કે સરકાર વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પરની ભરતી રદ કરીને તેમની કાયમી કર્મચારી તરીકે નિમણૂક કરશે તેના અંગે સરકારે રદિયો આપ્યો છે. સરકારે જણાવ્યું હતું કે તેઓ હાલમાં આવું કોઈ આયોજન ધરાવતા નથી. તેમની કોન્ટ્રાક્ટ પર હાલમાં જે પ્રકારે ભરતી ચાલે છે તે ભરતી ચાલુ જ રહેવાની છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ સમાચાર વહેતા થયા હતા કે સરકારી નોકરીઓમાં કરવામાં આવતી ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારી નોકરીઓમાં ભરતીને લઈને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા સીએમ ભુપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે.

સીએમ ભુપેન્દ્ર પટેલે કેબિનેટ સચિવને આદેશ આપ્યો છે કે વર્ગ ત્રણ અને વર્ગ ચારની ભરતી કોન્ટ્રાક્ટના ધોરણે નહીં પણ કાયમી ધોરણે કરવામાં આવે. આમ રાજ્ય સરકારમાં હવે વર્ગ ત્રણ અને વર્ગ-4ના કર્મચારીઓની ભરતી કાયમી ધોરણે કરાશે. કોન્ટ્રાક્ટના ધોરણે નહીં કરાય.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, રાજ્યમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: શું ગુજરાતમાં શહેરોની સરખામણીએ ગામડામાં વધુ મોંઘવારી છે? કયાં મોંઘવારી વધી સામે આવ્યો રિપોર્ટ

આ પણ વાંચો: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યું ડુપ્લીકેટ દવાખાનું