Not Set/ રાજ્યપાલ આનંદીબેને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બાંધી રાખડી

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રક્ષાબંધન તહેવાર પર રાખડી બાંધી અને તિલક લગાવી શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે સીએમ યોગીએ તેમને ‘મેરી કાશી’ પુસ્તક ભેટમાં આપ્યું  હતું. ધ્વજવંદન બાદ મુખ્યમંત્રી યોગી રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ આનંદીબેનને 73 માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. રક્ષાબંધન હોવાને કારણે આનંદીબેને સીએમ યોગીની કાંડા પર સંરક્ષણના દોરા […]

Top Stories India

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રક્ષાબંધન તહેવાર પર રાખડી બાંધી અને તિલક લગાવી શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે સીએમ યોગીએ તેમને ‘મેરી કાશી’ પુસ્તક ભેટમાં આપ્યું  હતું.

ધ્વજવંદન બાદ મુખ્યમંત્રી યોગી રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ આનંદીબેનને 73 માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. રક્ષાબંધન હોવાને કારણે આનંદીબેને સીએમ યોગીની કાંડા પર સંરક્ષણના દોરા બાંધીને રાજ્યના સર્વાંગી વિકાસની શુભેચ્છા પાઠવી હતી.

આ ભાઈ બહેનનો તહેવાર છે. અને હવે રક્ષાબંધનનો વ્યાપ પણ ઘણો વધારે થઈ ગયો છે. દેશની રક્ષા, પર્યાવરણની સુરક્ષા, ધર્મની રક્ષા, હિતોનું રક્ષણ, વંચિતો અને શોષિતોનું રક્ષણ વગેરે માટે રાખડી બાંધી છે.

આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેને સીએમ યોગીને શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે તમે યુપીના સર્વાંગી વિકાસ માટે હમેશા આમ જ યોગદાન આપતા રહો. હું ઈચ્છું છું કે તમારા નેતૃત્વમાં યુપી  નંબર -1 રાજય નો દરજ્જો મેળવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.