Not Set/ રાજ્યપાલ કોઈ પક્ષની ભાષા બોલે તે કેટલે અંશે યોગ્ય ?

પ. બંગાળના કર્મચારીઓને કોઈ રાજકીય પક્ષના સભ્ય કહેવાના ત્યાંના રાજ્યપાલ જગદીપ ધનખડેના વિધાનોના પગલે ઉભો થતો મહત્ત્વનો સવાલ

India Trending
bjp 3 રાજ્યપાલ કોઈ પક્ષની ભાષા બોલે તે કેટલે અંશે યોગ્ય ?

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને ટીએમસી શાસકો વચ્ચે હંમેશા વિવાદના વમળો ઉભા થતાં રહે છે. લગભગ આમને સામને જેવી જ સ્થિતિ હોય છે. તાજેતરમાં ઉત્તર બંગાળની ત્રણ દિવસની મુલાકાતે ગયેલા રાજ્યપાલ ધનખડે પ્રચાર માધ્યમો સાથે વાતચીત કરવાની વધુ એક તક ઝડપી લીધી હતી. તેઓ હંમેશા આવી તક ક્યારેય ચૂકતા નથી. સારી વાત છે. આ પણ તેમની એક લાક્ષણિકતા છે તેવું સરળતાથી કહી શકાય તેમ છે. હવે આ પ્રસંગે તેમણે એવા વિધાનો કહ્યા છે કે બંગાળમાં સરકારી અધિકારીઓ – કર્મચારીઓ કોઈ રાજકીય પક્ષના સભ્ય હોય તેું લાગે છે. આઈ.એ.એસ. અધિકારી હોય કે આઈ.પી.એસ. અધિકારી હોય કે પછી અન્ય કોઈ કક્ષાના અધિકારીઓ હોય તેઓ કોઈ રાજકીય પક્ષના સભ્ય તરીકે જ વર્તન કરે છે. આ કાર્યક્રમમાં સીધી કે આડકતરી રીતે ટીએમસીની સરકાર પર પ્રહાર કરવાની એક પણ તક તેઓ છોડતા નથી. ભૂતકાળમાં પણ તેમણે આવા અનેક પ્રકારના વિધાનો કરેલા છે. ભૂતકાળમાં પણ આ મહામાહિમના વલણ અને વર્તનની ટીકાઓ ટીએમસી અને અન્ય વિપક્ષો તો કરે પરંતુ વિવેચકો અને પ્રબુદ્ધ નાગરિકોએ પણ કરી છે. પશ્ચિમ બંગાળના પ્રબુદ્ધ નાગરિકોએ પણ આ વાતની નોંધ લીધેલી છે કે રાજ્યપાલ ધનખડ સત્તાધારી પક્ષના પ્રવક્તા ની ભાષામાં જ વાતો કરે છે. પશ્ચિમ બંગાળ ટી.એમ.સી.ના એક સાંસદે તો ત્યાં સુધી કહ્યું છે કે રાજભવન એ ભાજપના કાર્યાલય જેવું જ બની ગયું છે. આ શું સૂચવે છે ?

હિમ્મતભાઈ ઠક્કર

મમતા બેનરજીના ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા તે શપથવિધી સમારોહમાં પણ રાજ્યપાલ ધનખડે હિંસાખોરી બંધ કરાવવા મુખ્યમંત્રી સમક્ષ એક રાજકીય પક્ષની પ્રવક્તાની જેમ માગણી કરી હતી. પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ કે અન્ય કોઈ આગેવાનો આ પ્રકારની માગણી કરે કે વિધાનો કરે તો સમજ્યા પણ રાજ્યપાલ જેવા હોદ્દા પર બેસેલ મહાનુભાવ આવી વાત કરે અને તે પણ શપથવિધિ સમારોહમાં આવું કહે તે ન સમજી શકાય તેવી વાત છે. આપણા બંધારણની જાેગવાઈ પ્રમાણે રાજયપાલ તરીકે કોઈ તટસ્થ વ્યક્તિ હોવી જાેઈએ તેવો વણલખ્યો નિયમ છે. પરંતુ આપણા દેશમાં કોંગ્રેસી શાસન સમયે પણ કોઈ રાજ્યના હારેલા કે નિવૃત્ત થયેલા કે અધવચ્ચે ગાદી પરથી ઉઠાડી મૂકાયેલા મુખ્યમંત્રી કે અન્ય પીઢ આગેવાન કે કેન્દ્રના શાસક પક્ષ સાથે સંકળાયેલ કોઈ પણ હસ્તીને રાજ્યપાલ બનાવી દેવાય છે. આ નવું નથી. કોંગ્રેસી સાસન દરમિયાન પડેલી આ પ્રથા પાર્ટ વીથ ડિફરન્સ ગણાતા પક્ષ ભાજપે પણ ચાલુ રાખી છે. આજે ત્રણથી ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ રાજ્યપાલના પદ પર બિરાજે છે. આમ તો આ આગે સે ચલી આતી હૈ જેવો નિયમ છે.

 

રાજ્યપાલ ધનખડે
રાજ્યપાલ એ બંધારણીય હોદ્દો છે અને કેન્દ્રીય પ્રધાનમંડળની ભલામણ મુજબ રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે અને રાજ્યપાલ બનનારે પોતે જે રાજકીય પક્ષનો હોય તે પક્ષ સાથેના પોતાના સંબંધો પણ પુરા કરી દેવા પડે છે. જાે કે કાગળ પર કે કહેવામાં આ સંબંધો પૂરા થાય છે પરંતુ વર્તનમાં પૂરા થતા નથી. તેમાંય હમણાં છેલ્લા થોડા વર્ષોથી તો અમૂક રાજ્યપાલો જાણે કે રાજકીય પક્ષના સભ્યો હોય તે રીતે વર્તી રહ્યા છે. તેમાં જગદીપ ધનખડ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારી આવી જાય છે. ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ દેવેન્દ્ર ફડણવીસે આવેલા પત્રની ચકાસણી કર્યા વગર રાતોરાત દિલ્હીથી દોડી આવી દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવારની અનુક્રમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથવિધિ વહેલી સવારે કરાવી દીધી હતી. જાે કે પછી બે દિવસમાં આ નાટક પરનો પડદો ઉઠી ગયો હતો અને એનસીપીના સભ્યો અજીત પવાર સાથે ન રહેતા તેમણે જ રાજીનામું ધરી દઈ ફડનવીસને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધા હતાં. દેવેન્દ્ર ફડનવીસે તો તે વખતે ભૂલ કરી જ હતી પણ રાજ્યપાલે તો ઉતાવળ કરી જ હતી. કોશીયારી ત્યારબાદ કોરોના લોકડાઉન સમયે ધર્મસ્થળો બાબતમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને પણ વિવાદ ઉભો કર્યો હતો તો વિધાન પરિષદના સભ્ય તરીકે ઉધ્ધવ ઠાકરે સરકારે મોકલેલી યાદી અટકાવીને પોતાની આ વૃત્તિ યથાવત રાખી છે. મહારાષ્ટ્રમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતાં લગભગ આમને-સામને જેવી સ્થિતિ યથાવત રહે છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશીયારી ઉત્તરાખંડના પુર્વ મુખ્યમંત્રી છે
મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશીયારી ઉત્તરાખંડના પુર્વ મુખ્યમંત્રી છે તો પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ પણ ભાજપના જ આગેવાન છે. અત્યારે દેશના મોટાભાગના રાજ્યોમાં રાજ્યપાલ એટલે કે મહામાહિમની ખૂરશી પર બેઠેલા આગેવાનો ભાજપ સાથે સીધી રીતે સંકળાયેલા સભ્યો છે અને તેઓ બંધારણીય નિયમો કરતાં કેન્દ્રના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે જ વિવિધ નિર્ણયો લે છે. જાે કે અમૂક રાજ્યપાલો કોઈ રાજકીય પક્ષના આગેવાન હોય તે જ રીતે વર્તે છે.

પીએમ મોદી
કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ગુજરાતમાં ભાજપની સરકાર હતી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે ૨૦૧૪ પહેલાના સમયગાળામાં કમલા બેનીવાલ ગુજરાતના રાજ્યપાલ હતા તે વખતે તેમને લોકાયુક્તની નિમણૂક સહિતના નિર્ણયો અંગે ગુજરાત વિરોધી ચીતરવાનો પ્રયાસ થયો હતો તે વખતે બન્ને બાજુ ભૂલ હતી. ગુજરાતમાં આજે જુઓ તો રાજ્યપાલની યુનિવર્સિટીના કુલાધિપતિ ગણાય છે પરંતુ યુનિવર્સિટીના કુલપતિની વરણીનો નિર્ણય તો સર્ચ કમિટીના નિર્ણયવાળું નાટક ભજવ્યા બાદ રાજ્ય સરકાર જ લે છે. અત્યારે ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીઓમાં જે રાજ્યપાલ બીરાજમાન છે તે સીધી યા આડકતરી રીતે ભાજપ કે તેની વિચારધારા સાથે સંકળાયેલા છે તે પણ હકિકત છે.
જાે કેગુજરાતના સદનસીબે અત્યાર સુધી કેન્દ્રમાં ગમે તે પક્ષની સરકાર હોય પણ રાજ્યપાલ કેન્દ્રના સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા કોઈ આગેવાન જ હોય તો પણ એવા રાજ્યપાલો મળ્યા છે કે જે રાજકીય પક્ષના પ્રવક્તા જેવી ભાષા ભાગ્યે જ બોલ્યા હોય. જ્યારે અત્યારે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના રાજ્યપાલો પોતાના હોદ્દાની ગરિમા ભુલી જે રીતે વારંવાર પત્રકારો કે પ્રચાર માધ્યમો સમક્ષ આવીને જે વિધાનો કરે છે તેના કારણે હોદ્દાની ગરિમા જળવાતી નથી તેવી ટીકા કરવાનો મોકો વિપક્ષ અને વિવેચકોને મળે છે.
પ્રવર્તમાન સંજાેગોમાં રાજ્યપાલપદ એ બંધારણિય હોદ્દો છે. તેમણે બંધારણના નિયમો અને જાેગવાઈઓનું પાલન કરવું જાેઈએ. પોતે જે પક્ષના હોય તે પક્ષની ભાષા બોલવો બદલે બંધારણની ભાષા બોલવી જાેઈએ તે જ રીતે રાજકીય પક્ષના દોરીસંચાર મુજબ નિર્ણયો લેવાને બદલે પોતાની રીતે જ નિર્ણયો લેવા જાેઈએ તેવું હાલના તબક્કે લાગે છે. કમ સે કમ પોતાના હોદ્દાની ગરીમા જાળવી જાહેરમાં વિધાનો કરવા જાેઈએ.

ધારાસભ્ય વિરુદ્ધ સાંસદ / ભાજપના સાંસદે પોતાના જ ધારાસભ્ય વિરુદ્ધ કાઢ્યો બળાપો

ફેસબુકની મોટી બેદરકારી / ઇન્ટરસેપ્ટરએ ફેસબુકની ‘સિક્રેટ બ્લેકલિસ્ટ’ જાહેર કરી, જેમાં ભારતના 10 ખતરનાક સંગઠન પણ શામેલ

launch / KTMની નવી બાઇક આ શાનદાર સુવિધાઓ અને મજબૂત એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી

Technology / શું ભૂલથી ફોનબુક ડીલીટ થઈ ગઈ છે તો ગભરાશો નહીં! આ યુક્તિથી પાછી મેળવો