પેપર લીક કાંડ/ જુનિયર ક્લાર્ક પેપર લીક અંગે સરકાર એક્શનમાં, સરકાર લાવી શકે છે કાયદો

આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓની સામે એક્શન લઈ શકે છે. આ મુદા અંગે મુખ્યમંત્રી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવા જઈ રહ્યાં છે.

Gandhinagar Top Stories Gujarat
પેપર લીક કૌભાંડ

ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક કૌભાંડ સામે આવ્યું છે.જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા ફરી એકવાર ઉમેદવારોના ભાવિ સાથે ચેડા થયા છે. ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વિષય પર બેઠક કરવા જઈ રહ્યાં છે. આ મુદા અંગે મુખ્યમંત્રી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવા જઈ રહ્યાં છે. હવે ટૂંક સમયમાં જ આ અંગે સરકાર શું જાહેરાત કરે છે તે જોવાનું રહ્યું.

પેપર લીક થયા બાદ મુખ્યમંત્રી નિવાસ્થાને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે. આ બેઠકમાં પરીક્ષાની આગામી તારીખ બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. તેમજ પેપર ક્યાંથી લીક થયું એ બાબતે પણ ચર્ચા કરાઈ રહી છે.

પેપર લીક થવાની વારંવાર બનતી ઘટના મામલે સરકાર આવનારાં બજેટ સત્રમાં કાયદો લાવે તેની શક્યતાઓ દેખાઈ રહી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓની સામે એક્શન લઈ શકે છે. આ મુદા અંગે મુખ્યમંત્રી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવા જઈ રહ્યાં છે. હવે ટૂંક સમયમાં જ આ અંગે સરકાર શું જાહેરાત કરે છે તે જોવાનું રહ્યું..

આજે રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર ફૂટી જતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.

જુનિયર ક્લાર્કનું આ પેપર લીક થવા અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સચિવે રવિવારે એક અખબારી નિવેદન બહાર પાડ્યું છે. સચિવે જણાવ્યું કે, રવિવારે સવારે પોલીસે GPSSBને જાણ કરી કે જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. બોર્ડે તમામ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર ન પહોંચવા અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે પરીક્ષાની આગામી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

જોકે, પેપર ફૂટવાના  કારણે ઉમેદવારોમાં ખૂબ આક્રોશ છે. જ્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ યુદ્ધના ધોરણે આ અંગેની તપાસમાં લાગી ગયા છે. પંચાયત સેવા મંડળના સભ્ય રજીકા કચેરિયાએ જણાવ્યું હતું કે, આ પેપર ગુજરાત રાજ્યની બહારથી લીક થયું છે. આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. સરકાર સતત ઉમેદવારોના ભવિષ્યની ચિંતા કરી રહી છે. પ્રિન્ટિગ પ્રેસ સામે ચોક્કસ તકેદાર રાખવામાં આવશે. કોઈ પ્રકારની બાંધછોડ આ કેસમાં નહીં કરવામાં આવે.

આ પણ વાંચો:આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું : અમિત ચાવડા

આ પણ વાંચો:વડોદરાથી 15 લોકોની ATSએ કરી ધરપકડ, CCTV આવ્યા સામે

આ પણ વાંચો: ગુજરાતમાં જુનિયર ક્લાર્કની ભરતીનું પેપર લીક, પરીક્ષા થઇ રદ્દ