Gujarat Government/ રાજ્યમાં બાળમૃત્યુ અને માતા મૃત્યુદર ઘટાડવા સરકાર કટિબદ્ધ: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

રાજ્યમાં પથરાયેલું વિશાળ આરોગ્ય માળખું, ભૌગોલિક પરિસ્થિતિ, વિભિન્ન સંસ્કૃતિ, વિષમતાઓ વચ્ચે પણ રાજ્યના નાગરિકોને સર્વોત્તમ આરોગ્ય સેવા-સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારના ઇરાદાઓમાં ક્યારેય કચાશ રહી નથી અને રહેશે પણ નહીં તેમ મંત્રીશ્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 27T191920.197 રાજ્યમાં બાળમૃત્યુ અને માતા મૃત્યુદર ઘટાડવા સરકાર કટિબદ્ધ: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

Gujarat News: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કાયદો અને ન્યાયતંત્ર વિભાગ માટે વર્ષ 2024-25ની અંદાજપત્રીય માંગણીઓમાં જણાવ્યું કે, રાજ્યના 6.5 કરોડના આરોગ્યની દરકાર અમારો આરોગ્ય પરિવાર કરી રહ્યો છે. આરોગ્ય વિભાગના 73 હજારથી વધુ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજરત રહીને પ્રત્યેક નાગિરકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા-સુવિધાઓ પુરી પાડવાની કટિબધ્ધતા દેખાડી રહ્યા છે.

રાજ્યમાં પથરાયેલું વિશાળ આરોગ્ય માળખું, ભૌગોલિક પરિસ્થિતિ, વિભિન્ન સંસ્કૃતિ, વિષમતાઓ વચ્ચે પણ રાજ્યના નાગરિકોને સર્વોત્તમ આરોગ્ય સેવા-સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારના ઇરાદાઓમાં ક્યારેય કચાશ રહી નથી અને રહેશે પણ નહીં તેમ મંત્રીશ્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે.

વડાપ્રધાને આપેલ હેલ્થ એન્ડ વેલનેસના મંત્ર સાથે રાજ્ય સરકાર  હોલિસ્ટીક હેલ્થકેર ફોર ઓલના અભિગમ અપનાવીને રાજ્યની આરોગ્ય સેવાઓનું વિસ્તૃતીકરણ કરી રહી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

વર્ષ 2024-25ના અંદાજપત્રની નવીન બાબતો :-

  • રાજ્યમાં બાળ મૃત્યુ અને માતા મૃત્યુદર ઘટાડવા

અતિ જોખમી સગર્ભા માતાઓને મેડીકલ કોલેજ હોસ્પિટલ અને જિલ્લા હોસ્પિટલ ખાતે પ્રસુતિ પહેલા દાખલ અને પ્રસુતિ બાદ ૭ દિવસનું રોકાણ માટે રૂ.૧૫,૦૦૦/- અને આશા વર્કરને લાભાર્થી દીઠ રૂ.૩૦૦૦/-પ્રોત્સાહક રકમ આપવા રૂ. 53 કરોડની જોગવાઇ કરાઇ

  • રાજ્યના ઉત્તર ઝોનમાં ૮, મધ્ય ઝોનમાં ૬, દક્ષિણ ઝોનમાં ૪, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૬, અને કચ્છ ઝોનમાં ૧ આમ કુલ ૩૫ જિલ્લા તેમજ પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે ટ્રોમા કેર સેન્ટરની સુવિધાઓને સુદ્રઢ કરવા માટે કુલ રૂ.૨૨.૫૯ કરોડની જોગવાઈ
  • જાહેર જનતાના લાભાર્થે વિનામુલ્યે સરકારી ટેસ્ટની યોજના માટે રૂ.૧૦૦.૦૦ લાખની જોગવાઇ
  • રાજ્યના આદિજાતી વિસ્તારના ૫૦ મોબાઇલ દ્વિચક્રી બાઇક માટે માનવબળ તથા સંચાલન પુરુ પાડવા માટે રૂ.૧૮૦.૦૦ લાખની જોગવાઇ
  • આદિજાતિ વિસ્તારના ૦૬ જિલ્લાઓ દાહોદ , અરવલ્લી, તાપી , નવસારી, ડાંગ સુરતમાં નવા વેક્સીન સ્ટોર બનાવવામાં આવશે
  • રાજ્યના સામાન્ય ૨૯ C.H.C. ખાતે એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવા માટે રૂ.૬ કરોડ 38 લાખની જોગવાઇ
  • રાજ્યના આદિજાતી વિસ્તારના ૩૩ જુના જર્જરીત, નવા મંજુર/સ્થળફેર થયેલ પેટા કેન્દ્રોના મકાનોના નવિન બાંધકામ મંજુર કરવા માટે રૂ.૧૪૮૫.૦૦ લાખની જોગવાઇ
  • કેન્સરના દર્દીઓ માટે પ્રોટોન થેરાપી માટે રૂ. 600 કરોડની જોગવાઇ કરાઇ, સરકારી હોસ્પિટલમાં પ્રોટોન થેરાપીની સારવાર ઉપલબ્ધ કરાવનારૂ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ
  • ખોરાક અને ઔષધના નમુનાઓના પૃથ્થકરણને વધુ સધન બનાવવા માટે સુરત ખાતે રૂ. 26 કરોડના ખર્ચે નવી પ્રયોગશાળા બનાવવામાં આવશે.

    whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


    આ પણ વાંચો:ખેરવા ગામ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાના હસ્તે એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ

    આ પણ વાંચો:નેહા કક્કરે તેના પતિ રોહનપ્રીત વિશે કર્યો ખુલાસો, જેટલું ધ્યાન આપવાનું હતું એટલું આપી દીધુ…