Kailasnathan/ સરકાર મહેરબાન, સળંગ 11મી વખત એક્સ્ટેન્શન મળ્યું કયા અધિકારીને?

ગુજરાત સરકારના સૌથી શક્તિશાળી અમલદારને સળંગ 11મી વખત એક્સ્ટેન્શન મળ્યું છે. કોણ છે સરકારના આ પ્રીતિપાત્ર અધિકારી જે એક્સ્ટેન્શન પર એક્સ્ટેન્શન મેળવી રહ્યા છે. આ અધિકારી છે કૈલાસનાથન.

Top Stories Gandhinagar Gujarat
મૃત્યુદરમાં થશે ઘટાડો 14 1 સરકાર મહેરબાન, સળંગ 11મી વખત એક્સ્ટેન્શન મળ્યું કયા અધિકારીને?

ગાંધીનગરઃ ગુજરાત સરકારના સૌથી શક્તિશાળી અમલદારને સળંગ 11મી વખત એક્સ્ટેન્શન મળ્યું છે. કોણ છે સરકારના આ પ્રીતિપાત્ર અધિકારી જે એક્સ્ટેન્શન પર એક્સ્ટેન્શન મેળવી રહ્યા છે. આ અધિકારી છે કૈલાસનાથન. ગુજરાત સરકારે તેમને 11મી વખત એક્સ્ટેન્શન આપ્યું છે. આના પગલે કૈલાસનાથન વધુ છ મહિના માટે ગુજરાત સરકારના મુખ્ય સચિવના પદ પર રહેશે.

ગુજરાત સરકારમાં સમયાંતરે મુખ્યમંત્રીઓ બદલાતા રહે છે, પરંતુ કૈલાસનાથન સૌથી સ્થિર છે. કૈલાસનાથન 1979 બેચના આઇએએસ અધિકારી છે. તેમને છેક 2013થી નિયમિત રીતે એક્સ્ટેન્શન મળી રહ્યુ હતુ. તેમની વિશેષતા એ હતી કે તેઓ વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારથી તેમનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા હતા. બધા જાણે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશ્વાસ જીતવો કેટલો અઘરો છે.

કૈલાસનાથનનું વર્તમાન એક્સ્ટેન્શન પૂરુ થશે ત્યારે કેન્દ્રમાં નવી સરકાર આવી હશે. તેથી તેઓ આગામી છ મહિનામાં કેન્દ્રમાં જાય તો કોઈને આશ્ચર્ય નહીં થાય. જો પીએમ મોદી સળંગ ત્રીજી ટર્મમાં વડાપ્રધાન બને તો તેમને કેન્દ્રમાં મોટી ભૂમિકા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે કૈલાસનાથન 2023માં નિવૃત્ત થયા હતા. તે અગાઉ 33 વર્ષ સુધી ગુજરાત સરકારમાં સેવા આપી ચૂક્યા છે. આમ કહેવામાં આવે છે કે ગુજરાત સરકારમાં તેમનો જેટલો લાંબો કાર્યકાળ અત્યાર સુધી કોઈપણ અધિકારીએ ભોગવ્યો નથી. તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે તે લો પ્રોફાઇલ છે. પીએમ મોદીને સીએમ હતા ત્યારે તેમની આ જ ખાસિયત પસંદ આવી હતી, આ ઉપરાંત તે સોંપેલા કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પાર પાડવા જાણીતા છે. તેઓ છેલ્લે નિવૃત્ત થયા ત્યારે એડિશનલ સેક્રેટરી હતા.

ગુજરાતમાં અત્યાર સુધીમાં તેઓ નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજયરૂપાણી અને ભુપેન્દ્ર પટેલ જેવા સીએમ એમ કુલ ચાર સીએમ સાથે કામ કરી ચૂક્યા છે. આમ રાજ્યમાં કોઈપણ અધિકારીને આટલા બધા સીએમ સાથે કામ પાર પાડવાનો અનુભવ નથી.

હવે કૈલાસનાથનની કારકિર્દી પર નજર નાખીએ તો તે આઇએએસ બન્યા પછી સૌથી પહેલા 1981માં આસિસ્ટન્ટ કલેક્ટરની પોસ્ટ તેમને મળી હતી. તેઓ 1985માં સુરેન્દ્રનગરમાં કલેક્ટર બન્યા હતા અને 1987માં સુરતના કલેક્ટર હતા. તેઓ 1999થી 2001ના સમયગાળા દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરના પદ પર હતા. તેમણે બીઆરટીએસ પ્રોજેક્ટના ચેરમેન પદનો પણ હવાલો સંભાળ્યો હતો. તેઓ હંમેશા મીડિયાથી દૂર રહે છે. તે ક્યારેય કોઈ વિવાદમાં પડ્યા નથી. કોઈપણ વિવાદમાં તેમનું નામ આવ્યું નથી.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ