Not Set/ CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ મામલે સરકાર આવતીકાલે સંસદમાં નિવેદન આપશે

આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 14 લોકો હાજર હતા.તપાસના આદેશ આપવામાં આવ્યા છે

Top Stories India
vipin ravat CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ મામલે સરકાર આવતીકાલે સંસદમાં નિવેદન આપશે

દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં ક્રેશ થયું છે. ચોપર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી, જેમાં 11 અધિકારીઓ શહીદ થયા હોવાના અહેવાલ છે. આ સિવાય ત્રણ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 14 લોકો હાજર હતા. વાયુસેનાએ કહ્યું છે કે દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દરમિયાન, ચેન્નાઈમાં સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે અકસ્માતમાં 11 અધિકારીઓના મોત થયા છે. આ સિવાય અન્ય ત્રણ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં, સેના દ્વારા સીડીએસ બિપિન રાવત અને તેમની પત્નીની સ્થિતિ વિશે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ જનરલ બિપિન રાવતના ઘરે પહોંચ્યા છે. આટલું જ નહીં તેઓ સંસદમાં પણ આ અંગે માહિતી આપવાના છે.આવતીકાલે સંસદમાં હેલિકોપ્ટર ક્રેશ મામલે સરકાર જવાબ આપશે.

ઉલ્લેખનીય છે કે  વાયુસેનાનું એક હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના પહાડી નીલગિરી જિલ્લામાં કુન્નુર પાસે ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) વિપિન રાવત, તેમની પત્ની સહિત 14 લોકો સવાર હતા.આ અકસ્માતમાં 11 લોકોના મોતની આંશકા છેતમિલનાડુના વન મંત્રી કે રામચંદ્રને કહ્યું છે કે ઘટના બાદ ઘટનાસ્થળેથી આઠ મૃતદેહો મળી આવ્યા છે.  લોકોની હાલત ગંભીર છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયા હતા. તેમને ઓળખવાના પ્રયાસો ચાલુ છે