UPI ID/ સરકાર ડિસેમ્બરમાં બંધ કરશે UPI ID, જાણો કેમ લેવાયો નિર્ણય

NPCI સરકારી સંસ્થા છે જે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમનું નિયમન કરવા સાથે રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમનું ધ્યાન રાખે છે. સરકારી સંસ્થા NPCIએ Goole Pay, Paytm, PhonePe સહિતની તમામ પેમેન્ટ એપને UPI ID અને નંબરને નિષ્ક્રિય કરવા કહ્યું છે.

Top Stories India
મનીષ સોલંકી 2023 12 02T123628.387 સરકાર ડિસેમ્બરમાં બંધ કરશે UPI ID, જાણો કેમ લેવાયો નિર્ણય

સરકાર ડિસેમ્બર મહિનામાં કેટલાક UPI ID ને બંધ કરવા જઈ રહી છે. ભારતમાં મોટાભાગના લોકો UPI નો ઉપયોગ કરી રહ્યા છે. જો કે ફ્રોડના કિસ્સા વધતા સરકાર આ મામલે મહત્વનું પગલું લઈ રહી છે. યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સરકારે UPI ID બંધ કરવાનો નિર્ણય લીધો છે. યુપીઆઈ યુઝર્સ ડિસેમ્બર બાદ તેમના IDથી ચૂકવણી નહી કરી શકે. જે યુઝર્સ મહત્તમ યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરે છે તેમણે નવા નિયમો વિશે જરૂરથી માહિતગાર રહેવું જોઈએ. જેથી યુઝર્સ પોતાના UPI IDને સુરક્ષિત રીતે સાચવી શકે.

NPCIની UPI ID માટે નવી માર્ગદર્શિકા
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એક સરકારી સંસ્થા છે જે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમનું નિયમન કરવા સાથે રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમનું ધ્યાન રાખે છે. સરકારી સંસ્થા NPCIએ Goole Pay, Paytm, PhonePe સહિતની તમામ પેમેન્ટ એપને UPI આઈડી અને નંબરને નિષ્ક્રિય કરવા કહ્યું છે. NPCIએ યુપીઆઈ આઈડીને લઈને નવી ગાઈડ લાઈન લાગુ કરી. આ નવા નિયમ હેઠળ, ફક્ત તે જ UPI ID ને નિષ્ક્રિય કરવામાં આવશે જેનો છેલ્લા એક વર્ષમાં ઉપયોગ કરવામાં આવ્યો નથી. NPCIએ થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને 31 ડિસેમ્બર, 2023 સુધીમાં આમ કરવા કહ્યું છે.

upi pin સરકાર ડિસેમ્બરમાં બંધ કરશે UPI ID, જાણો કેમ લેવાયો નિર્ણય

NPCIએ કેમ UPI પેમેન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો
NPCIએ UPI ID બંધ કરવા મામલે કારણ આપતા જણાવ્યું કે નિષ્ક્રિય યુપીઆઈ આઈડીની સમસ્યામાં છેલ્લા ઘણા સમયથી વધારો થઈ રહ્યો છે. યુઝર્સ પેમેન્ટ સુવિધા વધારવા પોતાના ફોન નંબર UPI ID સાથે જોડે છે. પરંતુ જ્યારે તેઓ પોતાનો ફોન નંબર બદલે છે ત્યારે ID સ્વિચ કરતા નથી આથી જ્યારે તે મોબાઈલ નંબર અન્યને ફાળવવામાં આવે ત્યારે ચૂકવણીમાં સમસ્યા ઉદભવે છે. મોબાઈલ ફોન સાથે એટેચ UPI ID વપરાશકર્તા નંબર બદલતી વખતે નિષ્ક્રિય ના કરતા પેમેન્ટ અન્ય વપરાશકર્તાને ટ્રાન્સફર થયું હોવાના અનેક કિસ્સા સામે આવ્યા હતા. આથી, આ સમસ્યાને ધ્યાનમાં રાખી સરકારી સંસ્થા NPCIએ UPI ID બંધ કરવાનો નિર્ણય લીધો.

યુઝર્સે પોતાના તમારા UPI ID ને સુરક્ષિત રાખવા પહેલો તેનો ઉપયોગ કરવાનો રહેશે. આ માટે તેઓ કોઈપણ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ સાથે યુપીઆઈ આઈડી એક્ટિવેટ ગણાશે. જ્યારે તમે UPI ID નો સતત ઉપયોગ કરો છો, તો પછી ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આમાં તમારા યુપીઆઈ આઈડી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

UPI ID કેવી રીતે ચેક કરવું?
UPI ID ચેક કરવા માટે તમે સૌ પ્રથમ પેમેન્ટ એપ પર જાવ. જો તમે Paytm નો ઉપયોગ કરો છો, તો તમને તેની માહિતી તમારી પ્રોફાઇલમાં મળશે. અહીં તમે ઈચ્છો તો UPI આઈડી એક્ટિવેટ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. સમાન રીતે Google Pay અને PhonePe સાથે પણ આ પ્રક્રિયા કરી શકો છો. જ્યાં તમને તમારા એકાઉન્ટ અને UPI ID વિશે માહિતી મળશે.