ગાંધીનગર/ GPSC દ્વારા Class I & II સહિત વિવિધ વિભાગો માટેની ભરતીની જાહેરાત કરાઈ

ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ 1 & 2 ની જાહેરાત સતત પાંચમા વર્ષે પ્રસિદ્ધ થઇ છે. 

Gujarat Others
Untitled 249 GPSC દ્વારા Class I & II સહિત વિવિધ વિભાગો માટેની ભરતીની જાહેરાત કરાઈ

રાજય માં  છેલ્લા  2 વર્ષથી  કોરોના મહામારી જોવા મળી રહી છે. વધતા જતા કોરોના કેસને લીધે  સમગ્ર જગજીવન પાર અસર જોવા મળી હતી. ત્યારે સરકાર દ્વારા સરકારી પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી . જ્યરે હવે કોરોના કેસ ઘટતા  પરીક્ષાઓ શરૂ કરવામાં આવી રહી છે . જે અંતર્ગત   રસ ધરાવતા ઉમેદવારો 28/9/2021 થી 13/10/2021 અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે.

સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા  12/12/2021 ના રોજ લેવાશે, જેનું પરિણામ જાન્યુઆરી 2022 માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં 150 માર્ક્સના 6 પ્રશ્નપત્રો જે 3 કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.

આ પણ વાંચો :પોતાના જ સુપ્રીમ નેતા અખુંદઝાદાની હત્યા; મુલ્લા બરાદરને બનાવ્યા બંધક 

તદઉપરાંત, મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ-2 ની 06, નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-1 ની 13, વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-2 ની 06, આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.), વર્ગ-2 ની 01, પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ -2 ની 03 ની ભરતી કરાઈ છે .

આમ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ-215 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ 1 & 2 ની જાહેરાત સતત પાંચમા વર્ષે પ્રસિદ્ધ થઇ છે.

આ પણ વાંચો ;શહેરને હરિયાળુ બનાવવા ‘ગો ગ્રીન અભિયાન’નો પ્રારંભ કરાયો