Viral Video/ દાદીએ કરી Kiss તો શરમાઈ ગયા દાદા, દંપતિનો રોમાન્સનો વીડિયો જોઇને તમે થઇ જશો ખુશ

દાદી અમ્મા ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. માત્ર 7 સેકન્ડના આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહી છે….

Videos
દાદીએ

એવું કહેવાય છે કે પ્રેમ કરવામાં નથી આવતો, તે માત્ર થઇ જાય છે. ક્યાં અને ક્યારે કોની સાથે આંખો ચાર થઇ જાય છે તે કોઈને ખબર નથી પડતી. જોકે પ્રેમ વ્યક્ત કરતા પહેલા ઘણા લોકોનો પરસેવો છૂટી જાય છે. આવા લોકો સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં મહિનાઓ લગાવી દેતા હોય છે. સાથે જ કેટલાક લોકો એવા પણ હોય છે જે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં અચકાતા નથી. આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. જેમાં એક દાદીએ ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. માત્ર 7 સેકન્ડના આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહી છે. આમાં દાદાની પ્રતિક્રિયા જોવા જેવી છે.

આ પણ વાંચો :વાળ કાપતી વખતે એક બાળકનું રડવાનું બંધ કરાવા લોકોએ કર્યું એવું કામ કે તે જોઈને….

વાયરલ વીડિયોમાં  જોઈ શકાય છે કે, એક વૃદ્ધ કપલ બેઠુ છે અને ત્યારે જ મહિલા પોતાના પતિના ચહેરાની નજીક જઈને ગાલ પર કિસ કરે છે. જેથી દાદાજી શરમાઈ જાય છે અને ચહેરો નીચે ઝુકાવી લે છે. દાદી દાદાનો આ ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/reel/CTCkEBqJGdr/?utm_source=ig_web_copy_link

જયારે આ સમયે, દાદીના ચહેરા પર હાસ્ય સ્પષ્ટ દેખાય છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર કેથમ્મા અવવા નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો અપલોડ કરાયો છે, લોકોએ તેને ઘણો જ પસંદ કર્યો. એટલું જ નહીં, આ વીડિયોને 60 લાખથી વધુ વખત પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે તેને કરોડોમાં જોવામાં આવ્યો છે. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી.

આ પણ વાંચો : ઉકળતા પાણીમાં બેસી ગયો એક બાળક, વાયરલ વિડીયો જોઇને તમે પણ મુકાઈ જશો અચરજમાં

એક યુઝરે લખ્યું છે કે, સાચો પ્રેમ ક્યારેય સમાપ્ત થતો નથી. તે જ સમયે, અન્ય યુઝર્સે  કરી છે કે સાચો પ્રેમ વય નથી જોતો. વીડિયો પોસ્ટ પર, મોટાભાગના યુઝર્સ આ સુંદર ક્ષણ જોયા પછી સુંદર દંપતી અને સાચો પ્રેમ લખીને તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો :વિદ્યાર્થીએ ક્લાસમાં લાગેલા CCTV કેમેરાનો બદલી કાઢ્યો એન્ગલ, પછી જે થયું ..

આ પણ વાંચો : દીકરીએ પિતાને કહ્યું – મારી મમ્મી સારી નથી, એટલે મને સાવકી મમ્મી લાવી આપો

આ પણ વાંચો :એરપોર્ટ પર બિકીની પહેરીને ફ્લાઇટમાં જવા માટે પહોંચી યુવતી, જોઇને લોકો થયા સ્તબ્ધ