Not Set/ પૌત્રને કોરોનાથી બચવવા માટે સંક્રમિત દાદા-દાદીએ કર્યો આપઘાત

રાજસ્થાનના કોટા જિલ્લામાંથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. રવિવારે, કોરોના વાયરસથી સંક્રમિત એક વૃદ્ધ દંપતીએ ચાલતી ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

Top Stories India
A 24 પૌત્રને કોરોનાથી બચવવા માટે સંક્રમિત દાદા-દાદીએ કર્યો આપઘાત

રાજસ્થાનના કોટા જિલ્લામાંથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. રવિવારે, કોરોના વાયરસથી સંક્રમિત એક વૃદ્ધ દંપતીએ ચાલતી ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. વૃદ્ધ દંપતીને ડર હતો કે તેમનાથી આ સંક્રમણ તેમના પૌત્રો અને પુત્રવધૂમાં ફેલાવી શકે છે.

પુત્રનું થઇ ચુક્યું છે મૃત્યુ

પોલીસે જણાવ્યું હતું કે હીરાલાલ બેરવા (75) અને તેની પત્ની શાંતિબાઈ (70) શહેરના પુરોહિત જીના ટપરી વિસ્તારમાં તેમના 18 વર્ષના પૌત્ર અને પુત્રવધૂ સાથે રહેતા હતા. તેમના પુત્રનું આઠ વર્ષ પહેલાં અવસાન થયું છે.

આ પણ વાંચો :પુડ્ડુચેરીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા એ.જ્હોન કુમારે મેળવી શાનદાર જીત

રેલ્વે કોલોની પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર રમેશચંદ શર્માએ જણાવ્યું હતું કે વૃદ્ધ દંપતીને 29 એપ્રિલના રોજ ચેપ લાગ્યો હતો અને ત્યારથી બંને એકલતામાં હતા. રવિવારે સવારે ચંબલ ઓવરબ્રીજ નજીક રેલ્વે લાઇન પર દિલ્હી-મુંબઇ અપ ટ્રેકની સામે બંનેએ કુદીને આત્મહત્યા કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે સ્થળ પર કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.

આ પણ વાંચો :મમતા બેનર્જી જ નહીં, કમલ હાસન સહિત આ દિગ્ગજ પણ હારી ગયા વિધાનસભા ચૂંટણી

આ પણ વાંચો : અમેરિકાએ રેમેડિસવીરના 1.25 લાખ ઇન્જેક્શન મોકલ્યા,જર્મની તેમજ ફ્રાન્સે પણ મોકલ્યા મેડિકલ ઉપકરણો

Untitled 1 પૌત્રને કોરોનાથી બચવવા માટે સંક્રમિત દાદા-દાદીએ કર્યો આપઘાત