Pele/ મહાન ફૂટબોલર પેલેની હાલત નાજુકઃ સતત વણસી રહી છે તબિયત

બ્રાઝિલના (Brazil) દિગ્ગજ ફૂટબોલર (Footballer) પેલેની(Pele) તબિયત નાજુક છે. પેલે કેન્સરને (Cancer) કારણે સાઓ પાઉલો (Sau paulo)ની આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોસ્પિટલમાં દાખલ છે.

Top Stories Sports
Pele મહાન ફૂટબોલર પેલેની હાલત નાજુકઃ સતત વણસી રહી છે તબિયત

બ્રાઝિલના (Brazil) દિગ્ગજ ફૂટબોલર (Footballer) પેલેની(Pele) તબિયત નાજુક છે. પેલે કેન્સરને (Cancer) કારણે સાઓ પાઉલો (Sau paulo)ની આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોસ્પિટલમાં દાખલ છે. 82 વર્ષીય દિગ્ગજ ફૂટબોલર કિડની (Kidney) અને કાર્ડિયાક (Cardiac dysfunction) ડિસફંક્શનથી પીડિત છે. તેમની તબિયત સતત બગડતી હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં પરિવારજનો હોસ્પિટલમાં એકઠા થઈ ગયા છે.

નવેમ્બરના અંતમાં પેલેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે પેલેનું કેન્સર આગળ વધી ગયું છે. ત્રણ વખતના વર્લ્ડ કપ (World cup)વિજેતાને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. ત્યારથી હોસ્પિટલ તરફથી અન્ય કોઈ નિવેદન પ્રકાશિત કરવામાં આવ્યું નથી.

પેલેનો પુત્ર એડસન ચોલ્બી નાસિમેન્ટો, જેને એડિનહો તરીકે પણ ઓળખવામાં આવે છે, શનિવારે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. થોડા કલાકો પછી, એડિન્હોએ એક તસવીર પોસ્ટ કરી જેમાં તે તેના પિતાનો હાથ પકડેલો જોવા મળે છે. એડિન્હોએ લખ્યું, “પપ્પા… મારી તાકાત તમારા તરફથી છે.” પેલેની પુત્રી કેલી નાસિમેન્ટો પણ હોસ્પિટલમાં છે. કેલીએ તેના પિતાને ગળે લગાડતા ફોટો સાથે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી.

નોંધપાત્ર રીતે, સપ્ટેમ્બર 2021 માં, પેલેની કોલોન ટ્યુમર દૂર કરવામાં આવી હતી. જે બાદ તેની કીમોથેરાપી થઈ હતી. પેલે આ પહેલા પણ ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થયો હતો. ધીમે ધીમે તેમની તબિયત બગડવા લાગી અને નવેમ્બરના અંતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પેલેને હૃદયની સમસ્યા હતી અને તેના તબીબી સ્ટાફે ચિંતા વ્યક્ત કરી હતી કે તે તેની કીમોથેરાપી સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યો નથી.

પેલેએ 1958, 1962 અને 1970ના વર્લ્ડ કપમાં બ્રાઝિલને જીત અપાવી હતી. તે 77 ગોલ સાથે ટીમના સર્વકાલીન મુખ્ય સ્કોરર પણ હતા. નેમારે તાજેતરમાં પૂરા થયેલા ફિફા વર્લ્ડ કપમાં પેલેના રેકોર્ડની બરાબરી કરી હતી.  પેલેનો ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન ટીમનો હિસ્સો હોવાનો રેકોર્ડ હજી સુધી કોઈ ખેલાડી તોડી શક્યો નથી.  પેલે વગર બ્રાઝિલ માટે આ ત્રણેય ફૂટબોલ જીતવા માટે અશક્ય હતા.

વાસ્તવમાં આજે બ્રાઝિલ ફૂટબોલમાં જે પણ છે તે પેલેના લીધે છે, પેલેના આગમન પહેલા બ્રાઝિલની ટીમે એક પણ વખત વર્લ્ડ કપ જીત્યો ન હતો. પેલેની હાજરીમાં બ્રાઝિલ ત્રણ વર્લ્ડ કપ જીતી શક્યું હતું. તેના પછી બ્રાઝિલે છેક 1994માં અને 2002માં જ વર્લ્ડ કપ જીત્યો હતો. પેલેના ગયા પછીના 50 વર્ષમાં બ્રાઝિલ ફક્ત બે જ વખત વર્લ્ડકપ જીતી શક્યું છે આ બાબત તેની મહાનતા દર્શાવે છે. આજે ફૂટબોલ વર્લ્ડ કપમાં બ્રાઝિલ સૌથી વધુ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયનનું ગૌરવ ધરાવે છે તે પેલેના લીધે છે.

આ પણ વાંચોઃ

Test series/ભારતે રોમાંચક મેચમાં બાંગ્લાદેશને 3 વિકેટે હરાવીને ટેસ્ટ સીરિઝ પણ જીતી

BCCI/શ્રીલંકા સામેની T-20 સીરિઝ માટે ભારતના આ ખેલાડીને મળશે કમાન!