Cricket/ પાકિસ્તાનમાં યોજાશે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી, બે દાયકા બાદ મળી ICC ટૂર્નામેન્ટની યજમાની

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની આપી છે. સાથે જ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝને સંયુક્ત રીતે 2024 T20 વિશ્વકપની યજમાનીનાં રૂપમાં પસંદ કરવામા આવેલ છે.

Sports
પાકિસ્તાનમાં યોજાશે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી

પાકિસ્તાન માટે મંગળવારનો દિવસ ખાસ રહ્યો હતો. જણાવી દઇએ કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2025 માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનમાં લગભગ બે દાયકા બાદ મોટી ક્રિકેટ સ્પર્ધાનું આયોજન થશે.

આ પણ વાંચો – T20 World Cup / શું જુત્તામાં નાખી બીયર પીવાનાં દ્રશ્યો થોડા ઘૃણાજનક નથી? – શોએબ અખ્તર

આપને જણાવી દઇએ કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની આપી છે. સાથે જ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝને સંયુક્ત રીતે 2024 T20 વિશ્વકપની યજમાનીનાં રૂપમાં પસંદ કરવામા આવેલ છે. ભારતને આગામી રાઉન્ડમાં ત્રણ ICC ઇવેન્ટની યજમાની કરવાની છે, જેમાં 2026 T20 વર્લ્ડકપ અને 2031માં યોજાનાર 50 ઓવરનાં વર્લ્ડકપનો સમાવેશ થાય છે. ભારત શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે મળીને 50 ઓવરનાં વર્લ્ડકપની યજમાની કરશે. આ સિવાય 2029ની ચેમ્પિયન્સ ટ્રોફીની પણ ભારત યજમાની કરશે. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2024 થી 2031 દરમિયાન યોજાનારી આઠ પુરુષોની ICC ટૂર્નામેન્ટનાં આયોજકોનાં નામ જાહેર કર્યા છે. પાકિસ્તાનને 29 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટનાં આયોજનની જવાબદારી મળી છે. ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને સોંપી દીધી છે.

જણાવી દઇએ કે, 2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમની બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદ 1996નાં વર્લ્ડકપનું સહ-યજમાન પાકિસ્તાન દેશમાં ઘણી આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરી શક્યું નથી. પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી અપાવ્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે ભારત આ ટૂર્નામેન્ટમાં કેવી રીતે ભાગ લેશે? શું બન્ને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધો સુધરવાની કોઈ શક્યતા છે? પાકિસ્તાનમાં 1996નાં વર્લ્ડકપની ફાઈનલ બાદ પાકિસ્તાને ICC ટૂર્નામેન્ટ ઈવેન્ટનું આયોજન કર્યું નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નાં પ્રમુખ રમીઝ રાજાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પર ખુશી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો – Cricket / એકવાર ફરી વિવાદમાં આવ્યો કોહલી, ક્રિકેટ નહી પણ રેસ્ટોરન્ટ બન્યુ કારણ

રમીઝ રાજાએ ટ્વીટ કરતા કહ્યુ કે, “આ ખૂબ જ ગર્વ અને આનંદની વાત છે કે પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરશે. આ એક મહાન સમાચાર છે અને તે વિશ્વભરનાં લાખો પાકિસ્તાની ચાહકો અને પ્રશંસકોને અદભૂત ટીમો અને ખેલાડીઓની રમત જોવા માટે ચોક્કસપણે ઉત્સાહિત કરશે. આ નિર્ણય બાદ અમને વિશ્વને અમારી હોસ્ટિંગ બતાવવાની તક મળશે.” જો કે, પાકિસ્તાનનાં પ્રવાસમાં ખચકાટની સંભાવના વચ્ચે, સૂત્રોએ જણાવ્યું હતું કે, એવી દરેક સંભાવના છે કે તેને UAEમાં યજમાની કરવી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2017માં UK માં યોજાઈ હતી જ્યારે પાકિસ્તાને ફાઈનલમાં ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ ટૂર્નામેન્ટ આઠ વર્ષ બાદ ICC કેલેન્ડરમાં પરત આવશે.