Not Set/ ગ્રેટા ટાઇમ મેગેઝિનની ‘પર્સન ઓફ ધ યર’ પસંદ કરવામા આવતા ટ્રમ્પે લીધી ચુટકી

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટાઇમ મેગેઝિન દ્વારા ‘પર્સન ઓફ ધ યર 2019’ તરીકે પસંદ કરાયેલા 16 વર્ષીય ક્લાઇમેટ કાર્યકર ગ્રેટા થનબર્ગ પર ચુટકી લેતા કહ્યુ છે કે, ક્લાઇમેટ કાર્યકર્તાને પોતાના ક્રોધને કાબૂમાં રાખતા શીખવું જ જોઇએ. વળી ટ્રમ્પે ગ્રેટાને તેના મિત્રો સાથે જૂની મૂવીઝ જોવાની સલાહ આપી. ટ્રમ્પે ટ્વિટ કર્યું, ‘આ ખરાબ છે. ગ્રેટા, પોતાના […]

World
pjimage 8 1 ગ્રેટા ટાઇમ મેગેઝિનની ‘પર્સન ઓફ ધ યર’ પસંદ કરવામા આવતા ટ્રમ્પે લીધી ચુટકી

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટાઇમ મેગેઝિન દ્વારા ‘પર્સન ઓફ ધ યર 2019’ તરીકે પસંદ કરાયેલા 16 વર્ષીય ક્લાઇમેટ કાર્યકર ગ્રેટા થનબર્ગ પર ચુટકી લેતા કહ્યુ છે કે, ક્લાઇમેટ કાર્યકર્તાને પોતાના ક્રોધને કાબૂમાં રાખતા શીખવું જ જોઇએ. વળી ટ્રમ્પે ગ્રેટાને તેના મિત્રો સાથે જૂની મૂવીઝ જોવાની સલાહ આપી.

ટ્રમ્પે ટ્વિટ કર્યું, ‘આ ખરાબ છે. ગ્રેટા, પોતાના ક્રોધને કાબૂમાં કરો અને પછી પોતાના મિત્ર સાથે જૂની અને સારી મૂવી જુવે. શાંત ગ્રેટા, શાંત. ‘ ટ્રમ્પનું આ ટ્વિટ બુધવારે ટાઇમ મેગેઝિનની ‘પર્સન ઓફ ધ યર 2019’ ની ઘોષણા પછી આવ્યું છે. ગ્રેટા સ્વીડનની સંસદની સામે ક્લાઇમેટ પરિવર્તનની વિરુધ્ધ એકલા પ્રદર્શન કરવા માટે પ્રથમવાર ચર્ચામાં આવી હતી. ક્લાઇમેટ પરિવર્તન અંગે સંયુક્ત રાષ્ટ્રની સંમેલનમાં, ગ્રેટાએ ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરવામા અસફળ થવા માટે ‘હાઉ ડેર યુ (તમારી હિંમત કેવી રીતે થઇ)’ નામના પોતાના નિવેદનમાં વિશ્વ નેતાઓ પર વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ગ્રેટાએ દુનિયાભરમાં પોતાની છાપ છોડી હતી.

ગ્રેટા ઓટિઝ્મથી સંબંધિત એસ્પર્જરનાં સિન્ડ્રોમથી પીડાય છે. આ રોગમાં, લોકોને સમાજીકરણમાં સમસ્યા ઉભી થાય છે. ગ્રેટાની માંદગીએ પણ તેને ટીકાકારોનું લક્ષ્ય બનાવ્યું છે. બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ તેમને ‘સાહસિક બાળક’ ગણાવ્યા છે. ગયા સપ્ટેમ્બરમાં ન્યૂ યોર્કમાં ગ્રેટાનાં ભાષણ પછી પણ ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે, “તે ખૂબ જ ખુશ યુવા છોકરી દેખાઇ આવે છે, જે ઉજ્જવળ અને અદ્ભુત ભાવિની શોધમાં છે. જોઈને આનંદ થયો.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.