આદિવાસી પરંપરા/ અનોખા લગ્ન ! એક માંડવામાં એક પુરુષ બે સ્ત્રીઓ સાથે કરશે લગ્ન, ઘણા વર્ષોથી રહેતા હતા લીવ ઈન’માં

એક જ લગ્ન મંડપમાં વરરાજા બે યુવતી સાથે લગ્ન  કરશે. જો કે આ કીસ્સો થોડો ચોકાવી દે તેવો છે. પરંતુ આદિવાસી સમાજમાં આ સામાન્ય ઘટના છે.

Top Stories Gujarat
Untitled 1 7 અનોખા લગ્ન ! એક માંડવામાં એક પુરુષ બે સ્ત્રીઓ સાથે કરશે લગ્ન, ઘણા વર્ષોથી રહેતા હતા લીવ ઈન'માં

હિંદુ સમાજમાં સામાન્ય રીતે એક પત્નીનો કાયદો છે. પરંતુ એક પત્નીની હયાતીમાંપુરુષ બીજા લગ્ન નથી કરી શકતો. આદિવાસી સમાજ આ કાયદાથી પરે છે. આ સમાજના રીત અને રીવાજો અન્ય સમાજથી ઘણા અલગ પડે છે. તેમાં લગ્નની પરંપરા પણ સામેલ છે. હાલમાં એક લગ્નપત્રિકા ખુબ જ વાઈરલ થી રહી છે. જે અનુસાર એક પુરુષ એક સાથે બે મહિલાઓ સાથે એક જ માંડવે લગ્ન કરવા જઈ  રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે આગામી 9મી મે ના રોજ એક લગ્ન થવા જઇ રહ્યા છે, જેમાં એક જ મંડપમાં, એક જ દિવસે અને સમયે એક સાથે બે કન્યાઓ એક જ વ્યક્તિ સાથે લગ્નગ્રંથિથી જોડાશે. એક જ લગ્ન મંડપમાં વરરાજા બે યુવતી સાથે લગ્ન  કરશે. જો કે આ કીસ્સો થોડો ચોકાવી દે તેવો છે. પરંતુ આદિવાસી સમાજમાં આ સામાન્ય ઘટના છે.

કંકોત્રીનો ફોટો - Divya Bhaskar

નાનાપોંઢામાં રહેતો પ્રકાશ ગાવિત છેલ્લા 10થી વધુ વર્ષથી નયના અને કુસુમ સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ સાથે જ લીવ ઇનમાં રહેતા હતા. નયના અને કુસુમ લાંબા સમયથી પ્રકાશના ઘરે પત્નીની જેમ જ રહેતા હતા. આદિવાસી સમાજમાં આ રીતનું લીવ ઇન સામાન્ય હોય છે. અને યુવક યુવતીઓ લાંબો સમય સાથે રહ્યાં બાદ આર્થિક સગવડે લગ્ન કરતાં હોય છે. તો ઘણા કિસમાં બાળકો થયા બાદ પણ લીવ ઇન માં રહેતા યુવક યુવતી લગ્ન કરતા હોય છે. સમુહ લગ્નમાં પણ બાળકોના માતા-પિતા લગ્ન કરતાં હોય છે. બાળકોને સાથે રાખીને સમુહ લગ્નમાં ફેરા લેતાં હોવાના અનેક કિસ્સાઓ અત્યાર સુધી બની ચુકયાં છે.

દહાણુ-બોરડી ખાતે પણ આવા જ લગ્ન યોજાયા હતા. 

બે વર્ષ પહેલાં વાપીની કંપનીમાં કામ કરતાં યુવાનના દહાણુ-બોરડી ખાતે એક જ લગ્ન મંડપમાં વરરાજાએ બે કન્યાઓ સાથે લગ્ન કર્યા હતાં. ત્યારે પણ સોશિયલ મીડિયામાં લગ્ન પત્રિકા અને લગ્નના દિવસની તસ્વીરો સોશિયલ મિડિયામાં વાઇરલ થઇ હતી. ત્યારે ફરી નાનાપોંઢામાં એક જ લગ્ન મંડપમાં વરરાજા બે કન્યાઓ સાથે લગ્ન કરશે.

MPમાં પણ પુરુષ 15 વર્ષથી 3 ગર્લફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં હતો, હવે ત્રણેય સાથે 7 ફેરા કર્યા

 મધ્યપ્રદેશના આદિવાસી બહુલ અલીરાજપુર જિલ્લામાં, એક વરરાજાએ તેની 3 ગર્લફ્રેન્ડ સાથે આદિવાસી રિવાજો અનુસાર સાત ફેરા લીધા છે. તેણે તે ત્રણ પ્રેમિકાઓને જન્મેલા 6 બાળકોની હાજરીમાં આ લગ્ન કર્યા. આવું કરનાર વરનું નામ સમર્થ મૌર્ય છે. તેઓ નાનપુર વિસ્તારના પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યા છે.

વર સમર્થ મૌર્ય અને તેમના બાળકો આ લગ્નથી ખૂબ જ ખુશ છે. લગ્ન સમારોહમાં તેણે જોરદાર ડાન્સ પણ કર્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ પણ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. લગ્નના આમંત્રણ કાર્ડમાં વરરાજાના નામની સાથે તેની ત્રણ ગર્લફ્રેન્ડના નામ પણ લખવામાં આવ્યા હતા. વરરાજાના કહેવા પ્રમાણે, 15 વર્ષ પહેલા તે ગરીબ હતો, તેથી તે લગ્ન કરી શક્યો ન હતો, તેથી તે હવે કરી રહ્યો છે.  છેલ્લા 15 વર્ષથી સમર્થ મૌર્યને ત્રણ યુવતીઓ સાથે પ્રેમ હતો. તે ત્રણેયને વારાફરતી લઈને ઘરે લઈ આવ્યો અને ત્રણેયને પત્નીની જેમ રાખ્યો.

शख्स ने तीनों प्रेमिकाओं से रचाई शादी

આદિવાસી ભીલાલા સમુદાયને લિવ-ઇનમાં રહેવાની અને બાળકો પેદા કરવાની સ્વતંત્રતા છે, પરંતુ જ્યાં સુધી લગ્ન કાયદા દ્વારા ન થાય ત્યાં સુધી. ત્યાં સુધી આવા લોકોને સમાજના શુભ કાર્યોમાં ભાગ લેવાની છૂટ નથી. તેથી, 15 વર્ષ અને 6 બાળકો પછી, સમર્થ મૌર્યએ તેની ત્રણેય ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. સમાજના લોકો કહે છે કે હવે વર અને તેની ત્રણ દુલ્હનોને માંગલિક સમારોહમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.

નોંધનીય છે કે ભારતીય બંધારણની કલમ 342 આદિવાસી રીત-રિવાજો અને વિશિષ્ટ સામાજિક પરંપરાઓનું રક્ષણ કરે છે, તેથી આ અનુચ્છેદ અનુસાર, આવા લગ્નને ગેરકાયદેસર ગણવામાં આવશે નહીં.