Rajkot/ કોરોનાના કપરા કાળમાં ખાદ્ય તેલમાં ઝીંકાયો વધારો, જાણો કેટલો થયો ભાવવધારો

કોરોના ના કપરા કાળમાં મોંઘવારી વધી રહી છે ત્યારે ફરી એક વખત ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો છે. સીંગતેલ, કપાસતેલ સાથે અન્ય ખાદ્ય તેલમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ વર્ષમાં શીંગતેલ ના ભાવમાં રૂ.50 નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે

Gujarat Rajkot

કોરોના ના કપરા કાળમાં મોંઘવારી વધી રહી છે ત્યારે ફરી એક વખત ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો છે. સીંગતેલ, કપાસતેલ સાથે અન્ય ખાદ્ય તેલમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ વર્ષમાં શીંગતેલ ના ભાવમાં રૂ.50 નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કપાસ તેલમાં રૂપિયા 100-150 નો વધારો નોંધાયો છે. દિવાળી પહેલા પણ નોંધ પાત્ર વધારો દેખાયો હતો અને અને હાલ દિવાળી પછી પણ ખાદ્ય તેલમાં સતત વધારો થઇ રહ્યો છે.

આ પણ વાંચો : દિલ્હી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 50 ટકા સરકારી કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાનું રહેશે

સૌરાષ્ટ્રમાં સીંગતેલ અને કપાસ તેલનું ચલણ હોય છે પણ આ વખત ભાવ વધારેના કારણે ગૃહણીઓ એ તેલની ખરીદી પર કાપ મુક્યો છે માટે ખાદ્ય તેલના હોલસેલ વેપારીઓ અને છૂટક વેપારીઓ એ ચિંતા વ્યક્ત કરી. મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા તેલના વેપારી સંદીપ કોટેચાએ જણાવ્યું કે હાલ ચાઈનામાં ખાદ્ય તેલની ડિમાન્ડ સતત વધતા તેલના ભાવમાં વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : સિવિલ હોસ્પિટલમાં ભયજનક : અત્યાર સુધીમાં આટલા વોરિયર્સ કોરોનાથી સંક્રમિત

હાલ સીંગતેલ ના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. સીંગતેલમાં ડબે 10 રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલમાં ડબાના ભાવ રૂપિયા 2340 પર પહોંચ્યા છે જયારે બીજી તરફ કપાસિયા તેલમાં પણ 10 રૂપિયા નો વધારો થતાં ભાવ  રૂપિયા 1750 પર પહોંચ્યા છે માટે હાલ ગ્રાહકી ઓછી નોંધાઈ રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…