Not Set/ થરાદ: RSS દ્વારા વિજ્યા દશમી નિમિત્તે પથ સંચલન યોજાયું

થરાદ, થરાદના આનંદ નગરથી પથ સંચલન યોજાયુ. ડો.બાબાસાહેબ આબેડકરની પ્રતિમા પાસેથી  સ્વામી વિવેકાનંદની પ્રતિમા બલીયા હનુમાન ચોક ચાચર ચોકથી મહાલક્ષ્મી માતાજીના મંદિર પાસેથી પરત આનંદનગર ફરી હતી. આ પ્રસંગે આરએસએસના કોલેજીયન પ્રમુખ પ્રતિકભાઇએ જણાવ્યું હતું કે, હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્ર પર્વની ભાવના દરેક વ્યક્તિમાં ઉજાગર થાય તે હેતુથી ડોક્ટર હેડગેવરજી દ્વારા વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક […]

Gujarat Others
mantavya 236 થરાદ: RSS દ્વારા વિજ્યા દશમી નિમિત્તે પથ સંચલન યોજાયું

થરાદ,

થરાદના આનંદ નગરથી પથ સંચલન યોજાયુ. ડો.બાબાસાહેબ આબેડકરની પ્રતિમા પાસેથી  સ્વામી વિવેકાનંદની પ્રતિમા બલીયા હનુમાન ચોક ચાચર ચોકથી મહાલક્ષ્મી માતાજીના મંદિર પાસેથી પરત આનંદનગર ફરી હતી.

આ પ્રસંગે આરએસએસના કોલેજીયન પ્રમુખ પ્રતિકભાઇએ જણાવ્યું હતું કે, હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્ર પર્વની ભાવના દરેક વ્યક્તિમાં ઉજાગર થાય તે હેતુથી ડોક્ટર હેડગેવરજી દ્વારા વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી.

૯૩ વર્ષની તપસ્યા ના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વનો સૌથી મોટુ સંગઠન હિન્દુ સમાજને જાગૃત  કરવાનું કામ કરી રહ્યું છે આ કાર્યક્રમના અધ્યક્ષ સવાઈસિંહ રાજપુત તેમજ તાલુકા સંઘના સ્વયં સેવકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમ હાજર રહ્યા હતા.

થરાદ તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ નિમિતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં સ્વયંસેવકોએ મોટી સંખ્યામાં શસ્ત્ર પૂજન કર્યુ હતું