Not Set/ સુરત પોલીસનું સરાહનીય પગલું : ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા પીઆઇની નિમણુંક કરાઈ

સુરત શહેર પોલીસે ઇતિહાસ રચવાનું કામ કર્યું છે. શહેર પોલીસે ઇતિહાસમાં પ્રથમવાર મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણુંક કરી છે. ક્રાઇમ બ્રાન્ચમાં પ્રથમવાર મહિલા પીઆઇની નિમણુંક કરવામાં આવી છે. આ બાબતે મળતી વિગતો મુજબ, અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.કે. ચૌહાણની નિમણુંક ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવી છે, અને એમની સાથે પીઆઇ એ.એસ. પટેલની નિમણુંક પણ કરવામાં આવી […]

Top Stories Gujarat Surat
DVK54rIXkAA6iAc સુરત પોલીસનું સરાહનીય પગલું : ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા પીઆઇની નિમણુંક કરાઈ

સુરત શહેર પોલીસે ઇતિહાસ રચવાનું કામ કર્યું છે. શહેર પોલીસે ઇતિહાસમાં પ્રથમવાર મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણુંક કરી છે. ક્રાઇમ બ્રાન્ચમાં પ્રથમવાર મહિલા પીઆઇની નિમણુંક કરવામાં આવી છે.

આ બાબતે મળતી વિગતો મુજબ, અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.કે. ચૌહાણની નિમણુંક ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવી છે, અને એમની સાથે પીઆઇ એ.એસ. પટેલની નિમણુંક પણ કરવામાં આવી છે.

Surat Crime Branch Sandesh e1539240916487 સુરત પોલીસનું સરાહનીય પગલું : ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા પીઆઇની નિમણુંક કરાઈ

આ અંગે પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પ્રથમવાર મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણુંક કરવામાં આવી છે. આ પહેલા તેઓ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

જણાવી દઈએ કે, ઘણા એવા કેસો બનતા હોય છે, જેમાં મહિલાની પણ સંડોવણી રહેતી હોય છે. ત્યારે મહિલા અધિકારીનું હાજર હોવું જરૂરી હોય છે. ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા પીઆઇની નિમણુંક થતા મહિલાની સંડોવણી ધરાવતા કેસો સરળતાથી ઉકેલી શકાશે.